Home International Pankaj Chaudhary Up Bjp President One Nomination Deputy Cm Keshav Maurya Becomes Proposer

પંકજ ચૌધરી બન્યા UP ભાજપના નવા કેપ્ટન : ભાજપે લખનૌમાં ઔપચારિક કરી જાહેરાત

પંકજ ચૌધરી બન્યા UP ભાજપના નવા કેપ્ટન
Published by: OBS Bureau
Last Updated: Dec 14, 2025, 09:14 AM IST

ઉત્તર પ્રદેશ ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળ્યા છે. કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીને ઉત્તર પ્રદેશ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાર્ટીએ તેમના નામની જાહેરાત કરી છે. પંકજ ચૌધરીના પદ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પીયૂષ ગોયલ હાજર રહ્યા હતા. પંકજ ચૌધરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અમિત શાહના નજીકના માનવામાં આવે છે.

કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી છે

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય ચૂંટણી પ્રભારી પીયૂષ ગોયલ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક સહિત યુપી ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ તેમના પદગ્રહણ સમારાહમાં હાજર રહ્યા હતા. યુપી ભાજપ પ્રમુખ પદ માટે તેમના નામાંકનની જાહેરાત બાદ, પંકજ ચૌધરીએ મંચ પર બેસ્યો, જ્યાં ભાજપના વરિષ્ઠ નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા. મહારાજગંજથી સાત વખત સાંસદ અને કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી કુર્મી સમુદાયના છે. પ્રદેશ પ્રમુખ તરીકે તેમની નિમણૂકને 2027 વિધાનસભા ચૂંટણી પહેલા યુપીમાં ઓબીસી વોટ બેંકને મજબૂત બનાવવાની ભાજપની રણનીતિ તરીકે જોવામાં આવી રહી છે.

બિનહરીફ UP પ્રમુખ તરીકે વરણી થઈ

શનિવારે શરૂઆતમાં, પંકજ ચૌધરીએ આ પદ માટે એકમાત્ર ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન દાખલ કર્યું હતું, જેને બિનહરીફ મંજૂર કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે, બંને નાયબ મુખ્યમંત્રીઓ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક તેમના પ્રસ્તાવક સમય હાજર રહ્યાં હતા. ચૌધરી યુપીમાં ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવાની અને 2027 વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની જીત સુનિશ્ચિત કરવાની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવશે. અન્ય કોઈ નેતાએ ઉમેદવારી નોંધાવી ન હોવાથી, પંકજ ચૌધરીને યુપી ભાજપ પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવશે તે નિશ્ચિત હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now