Home Sports Pakistan Out Of T20 World Cup 2026 Vs Sri Lanka Shaheen Afridi Last Over Thriller

પાકિસ્તાન જીત્યું પણ હારી ગયું : અંતિમ ઓવરના રોમાંચમાં શ્રીલંકાને હરાવ્યું પણ T20 વર્લ્ડ કપ 2026માંથી થયું બહાર

પાકિસ્તાન જીત્યું પણ હારી ગયું
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2026, 06:14 PM IST

પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી T20 વર્લ્ડ કપ 2026ની સુપર 8 મેચમાં પાકિસ્તાને શ્રીલંકા સામે 5 રને રોમાંચક જીત મેળવી છે. જોકે, આ જીત પાકિસ્તાન માટે માત્ર આશ્વાસન સમાન રહી છે, કારણ કે સેમીફાઈનલના સમીકરણો પાર કરવામાં નિષ્ફળ રહેતા પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું છે. પાકિસ્તાનની આ હાર સાથે જ ન્યૂઝીલેન્ડે સેમીફાઈનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે.

શાહીન આફ્રિદીની અંતિમ ઓવરમાં શનાકાનો કેર

શ્રીલંકાને છેલ્લી ઓવરમાં જીતવા માટે 28 રનની જરૂર હતી અને બોલ શાહીન શાહ આફ્રિદીના હાથમાં હતો. શ્રીલંકાના કેપ્ટન દસુન શનાકાએ આક્રમક બેટિંગ કરતા પ્રથમ બોલ પર ચોગ્ગો અને ત્યારબાદ સતત ત્રણ બોલ પર ત્રણ ગગનચુંબી છગ્ગા ફટકારીને મેચ પલટી નાખી હતી. 4 બોલમાં 22 રન આવી ગયા બાદ શ્રીલંકાને છેલ્લી બે બોલમાં માત્ર 6 રન જોઈતા હતા. જોકે, દબાણ હેઠળ શાહીને શાનદાર કમબેક કર્યું અને બાકીના બે બોલ ડોટ રાખતા પાકિસ્તાન 5 રને મેચ જીતી ગયું. શ્રીલંકાએ 20 ઓવરમાં 207 રન બનાવ્યા હતા.

કોનું કેવું પ્રદર્શન?

  • સાહિબઝાદા ફરહાન: પાકિસ્તાન તરફથી 100 રન ફટકાર્યા.

  • ફખર ઝમાન: 42 બોલમાં 84 રનની તોફાની ઈનિંગ રમી.

  • દસુન શનાકા: માત્ર 31 બોલમાં 8 સિક્સરની મદદથી અણનમ 76 રન બનાવ્યા.

  • અબરાર અહમદ: પાકિસ્તાન તરફથી 23 રન આપીને 3 મહત્વની વિકેટ ઝડપી.

પાકિસ્તાનની આ જીત છતાં ગ્રુપ 2માંથી ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સેમીફાઈનલમાં પ્રવેશ્યા છે.

પાકિસ્તાન માટે કેમ જીત છતાં હાર?

સેમીફાઈનલમાં પહોંચવા માટે પાકિસ્તાન સામે કપરો પડકાર હતો. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 212 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડના રન રેટને પાછળ છોડવા માટે પાકિસ્તાને શ્રીલંકાને 147 રનથી આગળ વધવા દેવાનું નહોતું, એટલે કે 65 રનથી વધુના અંતરથી મેચ જીતવી અનિવાર્ય હતી. પરંતુ શ્રીલંકાના બેટ્સમેનોએ 148 રનનો આંકડો વટાવતા જ પાકિસ્તાનના વર્લ્ડ કપ જીતવાના સપના પર પાણી ફરી વળ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now