Home Entertainment Ott Bollywood Movies To Watch On Ott This Womens Day Pink Thappad To Chhapaak

મહિલા દિવસના પર્વ પર જરૂર જુઓ : મહિલાઓ આધારિત આ ફિલ્મો

મહિલા દિવસના પર્વ પર જરૂર જુઓ
Published by: OBS Bureau
Last Updated: Mar 08, 2025, 04:53 AM IST

આજે 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસની વિશ્વભરમાં ઉજવણી થઈ રહી છે. તેવામાં જો આપણે ફિલ્મોની વાત કરીએ તો કેટલીક ફિલ્મો છે એવી જે ખરેખર આજના દિવસને જોવા લાયક છે. જેમાં મહિલાઓની પડતી તકલીફોથી લઈને અલગ અલગ એવા કેરેક્ટર દર્શાવવામાં આવ્યા છે જે મહિલાઓને પ્રેરણા આપશે.

મર્દાનીઃ રાની મુખર્જી સ્ટારર 'મર્દાની' અને 'મર્દાની 2' ની સ્ટોરીમાં મહિલાઓ પર અત્યાચાર અને તેમની વિરુદ્ધ ઊભેલા પુરુષને બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મ પ્રાઇમ વીડિયો પર ઉપલબ્ધ થશે.

પિંક :પિંક સ્ત્રીઓના કપડાં અને ચરિત્ર પર સવાલ ઉઠાવતા લોકોને કહેવાનો પ્રયાસ કરે છે કે NO MEANS NO. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને તાપ્સી પન્નુ મુખ્ય ભૂમિકામાં છે. તમે તેને પ્રાઇમ વીડિયો પર જોઈ શકો છો.

છપાક: મેઘના ગુલઝાર દિગ્દર્શિત આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં છે. વર્ષ 2020માં રજૂ થયેલી ફિલ્મમાં એસિડ પીડિતાની વાર્તાને સ્ક્રિન પર લાવવામાં આવી છે. તમે તેને જિયો-હોટસ્ટાર પર પણ જોઈ શકો છો.

MOM: માતા ગમે તેટલી ભોળી હોય, જ્યારે બાળકોની વાત આવે છે, ત્યારે તે પણ સિંહણ બની જાય છે. શ્રીદેવીની 2017ની ફિલ્મ આ વાત સાબિત કરે છે. આ ફિલ્મ જોવી તમારા માટે એક ઉત્તમ અનુભવ હશે. તમે તેને નેટફ્લિક્સ પર જોઈ શકો છો.

નીરજાઃ સોનમ કપૂર મુખ્ય ભૂમિકામાં છે, આ ફિલ્મ એક સાચી વાર્તા પર આધારિત છે. આ ફિલ્મ શીખવે છે કે છોકરીઓ માત્ર સૌમ્ય કે નાજુક જ નથી હોતી, તેઓ સમય આવે ત્યારે દુશ્મનો સામનો કરવાથી પણ પાછળ નથી હટતી. તમે તેને હોટસ્ટાર પર જોઈ શકો છો.

મિસિઝ: તાજેતરમાં જ રજૂ થયેલી ફિલ્મ 'મિસિસ' માં લગ્ન પછી સ્ત્રીઓના શોષણને ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. ઉપરાંત, ગૃહિણીઓને પડતી સમસ્યાઓ પણ ફિલ્મમાં જોવા મળશે. તમે તેને ZEE-5 પર જોઈ શકો છો.

માતૃઃ રવિના ટંડન અભિનીત આ ફિલ્મની વાર્તા શ્રીદેવીની MOM જેવી જ છે. આ ફિલ્મમાં પણ રવિના ટંડન પોતાની દીકરીને બચાવવા માટે કોઈ પણ હદ સુધી જતી જોવા મળશે. તમે તેને પ્રાઇમ વીડિયો પર જોઈ શકો છો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now