Home Entertainment Oscar 2026 Nominations Announced Today India Eyes Homebound

Oscars 2026 : આજે ઓસ્કાર નોમિનેશન્સની જાહેરાત, ભારતની નજર 'Homebound' પર! જાણો લાઈવ જોવાનો સમય અને પ્લેટફોર્મ

Oscars 2026
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2026, 08:46 AM IST

Oscars 2026: આજે 22 જાન્યુઆરી, 2026ના રોજ 98મા એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કાર 2026)ની નોમિનેશન્સ જાહેર થઈ રહી છે. આ વર્ષે ભારતીય દર્શકોની ખાસ નજર નીરજ ઘયવાન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'હોમબાઉન્ડ' પર છે, જે બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં શોર્ટલિસ્ટમાં સ્થાન મેળવીને મજબૂત દાવેદાર બની છે. આ ફિલ્મ ભારતની અધિકૃત એન્ટ્રી છે અને તેને નોમિનેશન મળે તો 25 વર્ષ પછી 'લગાન' પછી ભારતીય ફિલ્મ આ કેટેગરીમાં નોમિનેટ થશે. નોમિનેશન્સની જાહેરાત ડેનિયલ બ્રુક્સ અને લુઈસ પુલમેન દ્વારા લોસ એન્જલસના સેમ્યુઅલ ગોલ્ડવિન થિયેટરમાંથી કરવામાં આવશે.

ભારતમાં ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકાશે?

ભારતીય સમય અનુસાર, નોમિનેશન્સની લાઈવ જાહેરાત સાંજે 7:00 વાગ્યે (IST) શરૂ થશે (અમેરિકન સમય: 5:30 a.m. PT / 8:30 a.m. ET).

તમે આને નીચેના પ્લેટફોર્મ પર લાઈવ જોઈ શકો છો: એકેડેમીની અધિકૃત વેબસાઈટ્સ: Oscar.com અને Oscars.org

સોશિયલ મીડિયા: YouTube, Facebook, Instagram, TikTok (એકેડેમીના ઓફિશિયલ ચેનલ્સ પર)

અન્ય સ્ટ્રીમિંગ: ABC News Live, Disney+, Hulu (ભારતમાં ઉપલબ્ધતા ચેક કરો)

'Good Morning America' પર પણ લાઈવ બ્રોડકાસ્ટ થશે.

'હોમબાઉન્ડ'ની સ્થિતિ અને અન્ય ભારતીય ફિલ્મો

'હોમબાઉન્ડ' (અભિનેતા: ઈશાન ખટ્ટર, વિશાલ જેઠવા, જાહ્નવી કપૂર; પ્રોડ્યુસર: કરણ જોહર, માર્ટિન સ્કોર્સેસી સાથે કો-પ્રોડક્શન) બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મમાં ટોપ 15માં પહોંચી છે અને નોમિનેશનની મજબૂત દાવેદાર છે. અન્ય ભારતીય ફિલ્મો જેમ કે 'કાંતારા: ચેપ્ટર 1', 'તન્વી ધ ગ્રેટ', 'મહાવતાર નરસિંહા' અને 'ટૂરિસ્ટ ફેમિલી' બેસ્ટ પિક્ચર રિમાઇન્ડર લિસ્ટમાં સામેલ છે.

શ્રેષ્ઠ ફિલ્મ કેટેગરીમાં સ્પર્ધા

આ વર્ષે બેસ્ટ પિક્ચરમાં 'One Battle After Another', 'Sinners', 'Hamnet', 'Frankenstein', 'Marty Supreme' જેવી ફિલ્મો મજબૂત દાવેદાર છે. ઓસ્કાર 2026ની ખાસ વાત કુલ 24 કેટેગરીમાં પુરસ્કારો

પહેલી વખત બેસ્ટ કાસ્ટિંગ કેટેગરી ઉમેરાઈ છે

એવોર્ડ સેરેમની: 15 માર્ચ, 2026ના રોજ ડોલ્બી થિયેટર, લોસ એન્જલસમાં (હોસ્ટ: કોનન ઓ'બ્રાયન)

આજે સાંજે 7 વાગ્યે લાઈવ જોડાઓ અને જુઓ કે 'હોમબાઉન્ડ' નોમિનેશન મેળવીને ભારતીય સિનેમાનો ઇતિહાસ રચે છે કે નહીં!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now