Home Entertainment Orry Earning Per Reel Charges Lifestyle

બોલિવૂડના આ ઇન્ફ્લુએન્સર એક રીલ બનાવવાના ₹76 લાખ લે છે! : જાણો આ અનોખા ઇન્ફ્લુએન્સર વિશે

This Bollywood influencer charges ₹7.6 million for making a reel
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 18, 2026, 09:54 AM IST

બોલિવૂડ સેલેબ્સના ખાસ મિત્ર ઓરીની કમાણી જાણીને ચોંકી જશો, એક રીલના ચાર્જ કરે છે ₹76 લાખ

સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઝ જેટલી જ લોકપ્રિયતા ધરાવતા ઇન્ફ્લુએન્સર ઓરી (Orry), જેનું સાચું નામ ઓરહાન અવત્રામણી છે, તે લાંબા સમયથી પોતાની લાઈફસ્ટાઈલ અને કમાણીને લઈને ચર્ચામાં રહે છે. લોકો હંમેશા વિચારતા હોય છે કે ઓરી આખરે કામ શું કરે છે અને આટલા પૈસા ક્યાંથી લાવે છે? હવે પોતે ઓરીએ એક પોડકાસ્ટમાં પોતાની કમાણીના સ્ત્રોત અને ચોંકાવનારી ફી વિશે ખુલાસો કર્યો છે. ‘Learn by KK Create’ નામના પોડકાસ્ટમાં તેણે જણાવ્યું કે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સ્પોન્સર્ડ કન્ટેન્ટ તેની ઇનકમનો મુખ્ય ભાગ છે.

ઓરીએ જણાવ્યું કે તે સોશિયલ મીડિયા પર માત્ર એક રીલ (Reel) શેર કરવા માટે ₹76 લાખ સુધીનું પેમેન્ટ લે છે. આ સાંભળીને પોડકાસ્ટના હોસ્ટ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

‘પેઇડ ફ્રેન્ડશિપ’ દ્વારા કરે છે લાખોની કમાણી

પોડકાસ્ટ દરમિયાન ઓરીએ તેના એક અનોખા બિઝનેસ મોડેલ વિશે વાત કરી, જેને તેણે 'પેઇડ ફ્રેન્ડશિપ' અથવા 'વેચી શકાય તેવો અનુભવ' ગણાવ્યો છે. ઓરીના જણાવ્યા અનુસાર, કોઈપણ વ્યક્તિ તેને પોતાની પ્રાઇવેટ ઇવેન્ટ જેમ કે લગ્ન, જન્મદિવસ, લંચ કે ડિનર પાર્ટી માટે હાયર કરી શકે છે.

આવી પ્રાઇવેટ ઇવેન્ટ્સમાં મહેમાન બનવા માટે તે ₹15 લાખથી લઈને ₹25 લાખ સુધીની ફી ચાર્જ કરે છે. તેણે ઉમેર્યું કે, "આટલા પૈસા આપ્યા પછી હું તમારી પાર્ટીમાં આવીશ, તમારા મિત્રો સાથે સમય વિતાવીશ અને એક જૂના બાળપણના મિત્રની જેમ સ્પીચ પણ આપીશ."

શાહરુખ ખાન સાથે પોતાના સિગ્નેચર પોઝની સરખામણી કરી

ઓરી સોશિયલ મીડિયા પર બોલિવૂડ સ્ટાર્સ સાથેના તેના ખાસ પોઝ માટે જાણીતો છે, જેમાં તેનો હાથ સામેવાળી વ્યક્તિની ચેસ્ટ (છાતી) પર હોય છે. આ વિશે વાત કરતા ઓરીએ દાવો કર્યો કે, "ભારતમાં અત્યારે માત્ર બે જ લોકોના પોઝ સૌથી વધુ ફેમસ છે - એક શાહરુખ ખાન અને બીજો ઓરી." તે પોતાની આ પર્સનલ બ્રાન્ડને જ સ્ટારડમ માને છે.

કમાણી આટલી વધારે, છતાં પૈસા માતા-પિતા સંભાળે છે

લાખો રૂપિયાની કમાણી અને લક્ઝરી લાઈફસ્ટાઈલ હોવા છતાં ઓરી પોતાના ફાઇનાન્સનું મેનેજમેન્ટ જાતે નથી કરતો. તેણે ખુલાસો કર્યો કે તેની બધી જ કમાણી તેના માતા-પિતા સંભાળે છે. ઓરીના મતે પૈસા તેના માટે એક અલગ વિષય છે, તેથી તે ભવિષ્યમાં પણ ફાઇનાન્સ મેનેજમેન્ટ માટે પોતાના પેરેન્ટ્સ પર જ નિર્ભર રહેશે.

યાદ અપાવી દઈએ કે ઓરી સૌપ્રથમ અંબાણી પરિવારના ફંક્શનમાં અને બોલિવૂડ સ્ટાર કિડ્સ જેવા કે જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર સાથે જોવા મળ્યો હતો. આજે ઇન્સ્ટાગ્રામ પર તેના 2.5 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને તે દેશના સૌથી મોંઘા કન્ટેન્ટ ક્રિએટર્સમાંથી એક બની ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now