Home Sports One Of These Two Batsmen Will Get A Place In The Gujarat Titans Playing 11

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ! : આ બે બેટ્સમેનમાંથી એકને ટીમમાં મળશે સ્થાન, જાણો

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!
Published by: OBS Bureau
Last Updated: Mar 21, 2026, 12:00 PM IST

IPL 2026 : IPL 2026 ની શરૂઆતને હવે ગણતરીના દિવસો બવકી રહ્યા છે અને દરેક ટીમે પ્રેક્ટિસ અત્યારથી શરૂ કરી લીધી છે. દરેક ટીમ પોતાની શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન બનાવવા માટે પ્રેક્ટિસમાં નવા-નવા એક્સપેરિમેન્ટ કરી રહી છે. આ દરમિયાન ગુજરાત ટાઇટન્સ (GT) માટે એક નવી મુશ્કેલી સામે આવી છે. ગુજરાત ટાઇટન્સ પાસે ઘણા ખેલાડીઓ છે, પણ મેદાનમાં કોને ઉતારવા તે અંગે મૂંઝવણ જોવા મળી રહી છે. ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન સંજય બાંગરે ગુજરાત ટાઇટન્સની રણનીતિ અને ખેલાડીઓના ફોર્મ અંગે કેટલાક મહત્વના સૂચનો આપ્યા છે, જે ટીમની કિસ્મત બદલી શકે છે.

ફિનિશર્સની પસંદગીમાં મૂંઝવણ

સંજય બાંગરના જણાવ્યા મુજબ, ગુજરાત ટાઇટન્સ માટે શાહરૂખ ખાન અને રાહુલ તેવતિયા વચ્ચે પસંદગી કરવી એક મોટો પડકાર હશે. ટીમ મેનેજમેન્ટ આ બંને ખેલાડીઓ પર વિશ્વાસ ધરાવે છે કારણ કે, તેઓ છેલ્લી ઓવરોમાં ઝડપથી રન બનાવવાની ક્ષમતા ધરાવે છે. સંજય બાંગરે જણાવ્યું કે, જો બંનેને ટીમમાં રાખવા હોય, તો તેમાંથી કોઈ એકનો ઉપયોગ 'ઇમ્પેક્ટ પ્લેયર' તરીકે કરી શકાય છે, જેથી બેટિંગમાં ડેપ્થ આવી શકે.

વોશિંગ્ટન સુંદરની નવી ભૂમિકા

આ વખતે ગુજરાત ટાઇટન્સ વોશિંગ્ટન સુંદરને એક બોલર કરતાં બેટ્સમેન તરીકે વધુ મહત્વ આપી શકે છે. સંજય બાંગરનું માનવું છે કે, મિડલ ઓર્ડરની બેટિંગને વધુ મજબૂતી આપવા માટે વોશિંગ્ટન સુંદરને ચોથા નંબર પર બેટિંગ કરવા મોકલવામાં આવી શકે છે. T20 ફોર્મેટમાં તેની બેટિંગ ક્ષમતા ટીમ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

ગ્લેન ફિલિપ્સની તાકાત

ન્યૂઝીલેન્ડના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન ફિલિપ્સનો સમાવેશ ટીમની બેટિંગ લાઇન-અપને વધુ વિસ્ફોટક બનાવશે. ગ્લેન ફિલિપ્સ મધ્યમ ક્રમમાં આવીને ઝડપથી રન બનાવીને સ્કોર બોર્ડની ગતિને ફેરવી શકે છે. સંજય બાંગર માને છે કે, ફિલિપ્સ જેવા પ્લેયરની હાજરીથી વિરોધી ટીમના બોલરો પર પ્રેશર વધી શકે છે.

રાશિદ ખાન માટે પડકાર

ગુજરાત ટાઇટન્સના સ્ટાર સ્પિનર રાશિદ ખાન અંગે બાંગરે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાશિદનો 'મિસ્ટ્રી ફેક્ટર' હવે ઓછો થઈ રહ્યો છે કારણ કે, તે દુનિયાભરની બધી T20 લીગમાં રમે છે અને બેટ્સમેનો હવે તેની બોલિંગ સ્ટાઇલ સમજી ગયા છે. સાથે જ ઈજા અને અમદાવાદની પિચ વધુ પડતી સ્લો નથી, જેના કારણે રાશિદ ખાનને એક સમયે જે ફાયદો મળતો હતો તે હવે મળતો નથી. વધુમાં, રાશિદ ખાનની ઈજાઓએ તેની બોલિંગ સ્પીડને ઘણી અસર કરી છે.

જીત માટે યોગ્ય કોમ્બિનેશન જરૂરી

IPL 2026 માં ગુજરાત ટાઇટન્સ સામે સૌથી મોટો પડકાર પરફેક્ટ પ્લેઇંગ ઇલેવન તૈયાર કરવાનો છે. જો ટીમ શાહરુખ ખાન, તેવતિયા, સુંદર અને ફિલિપ્સનો યોગ્ય રીતે ઉપયોગ કરશે, તો તેઓ ફરી એકવાર ટાઇટલ જીતવા માટે પ્રબળ દાવેદાર બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now