Home Gujarat Now The People Of The Muslim Community Will Also Create A Constitution In Banaskantha

બનાસકાંઠામાં હવે મુસ્લિમ સમાજના લોકો પણ બનાવશે બંધારણ : ડીજે પ્રતિબંધ સહિત એક માંડવે લગ્ન એક જમણવાર કરવાનો લેવાશે નિર્ણય

બનાસકાંઠામાં હવે મુસ્લિમ સમાજના લોકો પણ બનાવશે બંધારણ
Published by: OBS Bureau
Last Updated: Feb 01, 2026, 12:52 PM IST

વડગામના ઘોડીયાલ ખાતે સિપાઈ સમાજની સમાજ સુધારણા અંગે મહત્વની બેઠક મળી હતી જેમાં પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ દૂર કરી સમાજને શિક્ષણ તરફ અને વિકસિત બનાવવા માટેના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ છે જેને આગામી દિવસોમાં અમલમાં મૂકી એક નિયમ એક માંડવે લગ્ન કરવા જેવા ઐતિહાસિક નિયમો કડક રીતે સમાજ માટે અમલમાં મૂકાશે.

બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજ, રબારી સમાજ સહિત અન્ય સમાજ દ્વારા સમાજ સુધારણા માટે બંધારણ બનાવી કડક નિર્ણયો લેવાયા બાદ હવે મુસ્લિમ સમાજમાં સૌપ્રથમવાર સિપાઈ સમાજ પણ જાગૃત બની પોતાના સમાજમાં લગ્ન પ્રસંગોમાં ડીજે અને મરણ પ્રસંગે વારંવારના જમણવાર જેવા થતા ખોટા ખર્ચાઓ ઘટાડવા તેમજ સમાજને શિક્ષણ તરફ લઈ જવા સાથે એક માંડવા નીચે સમાજના દિકરા દીકરીઓના સમૂહ લગ્ન કરવાના મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરાઈ હતી.

જીલ્લાના સિપાઈ સમાજના 44 ગામના લોકોએ એકત્ર થઈ એક સમાજ એક નિયમ એક માંડવે લગ્ન કરવાનો ઐતિહાસિક નિયમો બનાવી આર્થિક ખર્ચ ઘટાડવા જેવા મુદ્દાઓ પર ચર્ચાઓ કરી છે જેને આગામી સમયમાં ફરી સમાજના લોકોની બેઠક વચ્ચે નવીન નિયમોના બનાવેલા બંધારણને અમલમાં મૂકવામાં આવશે.

આ બેઠકમાં સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમને આગેવાનોએ ઘડેલા નવા નિયમો સમાજ માટે ઉપયોગી સમય સાથેની માંગ હોવાનું જણાવી એક સુરે સંમતિ આપી હતી એટલે હવે આગામી દિવસોમાં મુસ્લિમ સમાજમાં સિપાઈ સમાજનુ પણ બંધારણ અમલમાં આવશે જેને સમાજના લોકો અમલમાં મૂકી તેનુ કડકપણે પાલન કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now