Home Sports Not Finn Allen Or Chris Gayle The Record For The Fastest Century In T20 Belongs To This Indian Player

T20 માં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ આ ભારતીય ખેલાડીના નામે! : Finn Allen કે Chris Gayle નહીં, આ ખેલાડીએ માત્ર 27 બોલમાં 100 રન ફટકાર્યા!

T20 માં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ આ ભારતીય ખેલાડીના નામે!
Published by: OBS Bureau
Last Updated: Mar 05, 2026, 10:18 AM IST

Scored 100 runs in 27 balls : ક્રિકેટના મેદાનમાં જ્યારે ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલે છે, ત્યારે અનેક રેકોર્ડ્સ તૂટતા હોય છે. હાલમાં જ ન્યૂઝીલેન્ડના ફિન એલને T20 વર્લ્ડ કપમાં શાનદાર સેન્ચુરી ફટકારી ચર્ચા જગાવી હતી, પરંતુ શું તમે જાણો છો કે, T20 ક્રિકેટમાં સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડ કોઈ અન્ય જ ખેલાડીના નામે છે? આ ખેલાડી બીજું કોઈ નહીં પણ ભારતીય મૂળનો સાહિલ ચૌહાણ છે, જેને માત્ર 27 બોલમાં સેન્ચુરી પૂરી કરીને આખું વિશ્વ ચોંકાવી દીધું હતું.

ફિન એલનનો રેકોર્ડ અને સાહિલનો ધડાકો

ICC T20 World Cup માં ન્યૂઝીલેન્ડના ફિન એલને સાઉથ આફ્રિકા સામે સેમીફાઇનલમાં 33 બોલમાં સેન્ચુરી ફટકારીને ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો હતો. ફિન એલનની આ વિસ્ફોટક ઈનિંગે તેને વર્લ્ડ કપનો સૌથી ઝડપી સેન્ચુરી ફટકારનાર બેટર બનાવ્યો. જોકે, જ્યારે આપણે ઓવરઓલ T20 ક્રિકેટની વાત કરીએ છીએ, ત્યારે સાહિલ ચૌહાણનું નામ સૌથી ઉપર આવે છે. સાહિલે ફિન એલન કરતાં પણ ઓછા બોલમાં આ સિદ્ધિ મેળવી છે.

કોણ છે સાહિલ ચૌહાણ?

સાહિલ ચૌહાણ મૂળ ભારતના હરિયાણા રાજ્યના પિંજૌરનો રહેવાસી છે. હાલમાં તે યુરોપમાં સ્થાયી થયો છે અને એસ્ટોનિયાની નેશનલ ક્રિકેટ ટીમ તરફથી રમે છે. સાહિલ તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. 17 જૂન 2024 ના રોજ સાયપ્રસ વિરુદ્ધ રમાયેલી મેચમાં તેને જે રમત બતાવી, તેણે તેને રાતોરાત ક્રિકેટનો નવો સ્ટાર બનાવી દીધો હતો.

સાયપ્રસ વિરુદ્ધ અશક્યને શક્ય કરી બતાવ્યું

સાયપ્રસ અને એસ્ટોનિયા વચ્ચે રમાયેલી આ મેચમાં સાયપ્રસે પ્રથમ બેટિંગ કરતાં 191 રન બનાવ્યા હતા. 192 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી એસ્ટોનિયાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને માત્ર 9 રનમાં 2 વિકેટ પડી ગઈ હતી. આ સમયે સાહિલ ચૌહાણ ચોથા નંબરે બેટિંગ કરવા આવ્યો અને મેદાન પર ઉતરતાની સાથે જ તેને વિસ્ફોટક બેટિંગ શરૂ કરી દીધી. તેની આ ઈનિંગના જોરે એસ્ટોનિયાએ માત્ર 13 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

27 બોલમાં સેન્ચુરી અને સિક્સરોનો વરસાદ

સાહિલ ચૌહાણે આ મેચમાં માત્ર 27 બોલમાં પોતાની સેન્ચુરી પૂરી કરી હતી, જે T20 ઇતિહાસની સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચુરી છે. તેને પોતાની આખી ઈનિંગમાં 41 બોલનો સામનો કર્યો અને નોટઆઉટ 144 રન બનાવ્યા. આ ઈનિંગ દરમિયાન તેને 6 ચોગ્ગા અને 18 સિક્સ ફટકારી હતી. એક જ ઈનિંગમાં 18 સિક્સ ફટકારીને તેને અફઘાનિસ્તાનના હઝરતુલ્લાહ ઝઝઈનો 16 સિક્સનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.

ક્રિકેટ જગતમાં નવો માઈલસ્ટોન

સાહિલ ચૌહાણની આ ઈનિંગમાં તેનો સ્ટ્રાઇક રેટ 351.21 હતો. આ આંકડા જ બતાવે છે કે, તેને કેવી રીતે બેટિંગ કરી હશે. આજે પણ T20 માં સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો આ વર્લ્ડ રેકોર્ડ સાહિલના નામે અકબંધ છે. ભારતીય મૂળના આ ખેલાડીએ વિદેશી ધરતી પર રમીને ભારતનું નામ પણ રોશન કર્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now