Home Sports Not Dhoni Not Sarfaraz This Player Will Become Csks Backbone A Major Prediction Ahead Of Ipl2026

મહેન્દ્રસિંહ ધોની કે સરફરાઝ નહીં...!! : ‘આ ખેલાડી બનશે CSKની કરોડરજ્જુ’, IPL 2026 પહેલા થઈ મોટી આગાહી

મહેન્દ્રસિંહ ધોની કે સરફરાઝ નહીં...!!
Published by: OBS Bureau
Last Updated: Mar 13, 2026, 12:12 PM IST

CSK In IPL 2026: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે ગત સીઝન ઘણી ખરાબ રહી હતી, પરંતુ આ વખતે ટીમમાં એવા ખેલાડીઓનો સમાવેશ થયો છે જે આખી પરિસ્થિતિ બદલી શકે છે. પૂર્વ ક્રિકેટર સુબ્રમણ્યમ બદ્રીનાથે દાવો કર્યો છે કે આ ફ્રેન્ચાઇઝીએ એક એવા ક્રિકેટરને ટીમમાં સામેલ કર્યો છે જે ટીમ માટે 'ટ્રમ્પ કાર્ડ' સાબિત થઈ શકે છે.

સંજુ સેમસન પર બદ્રીનાથનું મોટું નિવેદન

ભારતના પૂર્વ ક્રિકેટર સુબ્રમણ્યમ બદ્રીનાથે IPL 2026 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના નવા સ્ટાર સંજુ સેમસનને લઈને મોટો દાવો કર્યો છે. નોંધનીય છે કે નવી સીઝન 28 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ વખતની હરાજી પહેલા સેમસનને રાજસ્થાન રોયલ્સ (RR) માંથી CSKમાં ટ્રેડ કરવામાં આવ્યો હતો.

સંજુના ફોર્મની પ્રશંસા

બદ્રીનાથનું માનવું છે કે સંજુ સેમસન આ ફ્રેન્ચાઇઝીની કરોડરજ્જુ (Backbone) સાબિત થશે અને તેમના માટે એક નવા યુગની શરૂઆત કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝન પહેલા સેમસન જબરદસ્ત ફોર્મમાં છે, કારણ કે તેણે તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2026માં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. સુબ્રમણ્યમ બદ્રીનાથે જણાવ્યું હતું કે મને લાગે છે કે CSK માટે હવે સંજુ સેમસનનો દોર શરૂ થવા જઈ રહ્યો છે. તે શાનદાર ફોર્મ અને પૂરા આત્મવિશ્વાસ સાથે ટીમમાં જોડાઈ રહ્યો છે. આ એક મોટી સકારાત્મક બાબત છે. તે ટીમની કરોડરજ્જુ સાબિત થશે."

T20 વર્લ્ડ કપમાં જલવો

સંજુ સેમસને T20 વર્લ્ડ કપ 2026ની 5 મેચોમાં 80.25ની સરેરાશ અને 199.37ના સ્ટ્રાઈક રેટથી 321 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ અડધી સદી સામેલ હતી. આમાંથી બે અડધી સદી તેણે સેમીફાઈનલ અને ફાઈનલમાં ફટકારી હતી. ભારતની આ ઐતિહાસિક જીતમાં સેમસને અત્યંત મહત્વની ભૂમિકા ભજવી હતી.

‘CSKનો માસ્ટરસ્ટ્રોક’

બદ્રીનાથે વધુમાં ઉમેર્યું કે સેમસનને ટ્રેડ કરીને ટીમમાં સામેલ કરવો એ CSKનો એક માસ્ટરસ્ટ્રોક હતો. આનાથી ટીમની ઘણી જરૂરિયાતો પૂરી થઈ છે, જેમાં ભવિષ્યના કેપ્ટનનો વિકલ્પ પણ સામેલ છે. ધોની પછી એક મજબૂત વિકેટકીપરની ખોટ સેમસન પૂરી કરશે. ભવિષ્યમાં ટીમના નેતૃત્વ માટે તે પ્રબળ દાવેદાર છે. રાજસ્થાન રોયલ્સે IPL 2025 માટે સેમસનને ₹18 કરોડમાં રિટેન કર્યો હતો, તેથી ટ્રેડિંગ નિયમો મુજબ CSK પણ તેને આટલી જ સેલેરી ચૂકવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now