Home Entertainment Nora Fatehi Car Accident Mumbai David Guetta Concert

મુંબઈમાં નોરા ફતેહીની કારનો અકસ્માત : ઈજા થઈ હોવા છતાં સ્ટેજ પર પર્ફોર્મન્સ આપી જીત્યું ફેન્સનું દિલ

મુંબઈમાં નોરા ફતેહીની કારનો અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Dec 20, 2025, 05:58 PM IST

બોલિવૂડની લોકપ્રિય ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહી મુંબઈમાં એક માર્ગ અકસ્માતનો શિકાર બની છે. અમેરિકન ડીજે ડેવિડ ગુએટાના મ્યુઝિક કોન્સર્ટમાં ભાગ લેવા જઈ રહેલી નોરાની કારને અન્ય એક વાહને ટક્કર મારી હતી. આ ઘટનામાં અભિનેત્રીને માથાના ભાગે સામાન્ય ઈજા થઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

નશામાં ધૂત ડ્રાઈવરે મારી ટક્કર

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, નોરા ફતેહી મુંબઈમાં આયોજિત સનબર્ન ફેસ્ટિવલ 2025 માં ડેવિડ ગુએટાના કાર્યક્રમમાં સામેલ થવા જઈ રહી હતી. તે સમયે એક નશામાં ધૂત ડ્રાઈવરે તેની કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ નોરાની ટીમે તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. તબીબોએ તેને આરામ કરવાની કડક સલાહ આપી હતી, પરંતુ પોતાના કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા નોરાએ હોસ્પિટલમાંથી સીધા જ કાર્યક્રમ સ્થળે પહોંચવાની જીદ કરી હતી.

ઈજા છતાં સ્ટેજ પર મચાવી ધૂમ

સામાન્ય ઈજા થઈ હોવા છતાં, નોરા ફતેહીએ આજે રાત્રે સનબર્ન 2025 ના મંચ પર શાનદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. આ કોન્સર્ટ દરમિયાન તે ડેવિડ ગુએટા સાથે સ્ટેજ શેર કરતી જોવા મળી હતી. અહીં તેણે તેના આગામી ઈન્ટરનેશનલ સિંગલની એક ઝલક પણ રજૂ કરી હતી. આ ગીત ડેવિડ ગુએટા, અમેરિકન ગાયિકા સીએરા અને નોરાના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં નોરાએ પોતાનો અવાજ પણ આપ્યો છે.

ગ્લોબલ પ્લેટફોર્મ પર નોરાનો દબદબો

નોરા ફતેહી હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખૂબ જાણીતી બની રહી છે. તાજેતરમાં જ તેણે અમેરિકાના ફેમસ ટૉક શો 'ધ ટુનાઈટ શો સ્ટારિંગ જિમી ફેલન' માં પદાર્પણ કર્યું હતું, જ્યાં તેણે જમૈકન ગાયિકા શેનસીયા સાથે પર્ફોર્મ કર્યું હતું. અભિનયની વાત કરીએ તો, તે ટૂંક સમયમાં દક્ષિણ ભારતીય સિનેમામાં 'કંચના 4' અને 'કેડી: ધ ડેવિલ' જેવી ફિલ્મોમાં જોવા મળશે. આ વર્ષે તેની વેબ સિરીઝ 'ધ રોયલ્સ' પણ રિલીઝ થઈ હતી, જેમાં તેણે ઈશાન ખટ્ટર સાથે સ્ક્રીન શેર કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now