Home Sports Nitin Menons Decision Proved South Africa To Be Chokers Again Social Media Is In Disturbance

નીતિન મેનનના એક નિર્ણયથી સાઉથ આફ્રિકા ફરી 'ચોકર્સ' સાબિત થયું! : Aiden Markram ના આઉટ પર સોશિયલ મીડિયામાં હોબાળો

નીતિન મેનનના એક નિર્ણયથી સાઉથ આફ્રિકા ફરી 'ચોકર્સ' સાબિત થયું!
Published by: OBS Bureau
Last Updated: Mar 05, 2026, 10:45 AM IST

T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાયેલી પ્રથમ સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને 9 વિકેટે હરાવીને ફાઇનલની ટિકિટ મેળવી લીધી છે. જોકે, આ જીત કરતાં વધુ ચર્ચા અમ્પાયરના એક વિવાદાસ્પદ નિર્ણયની થઈ રહી છે, જેને મેચનો આખો માહોલ બદલી નાખ્યો હતો.

અમ્પાયરના નિર્ણય પર હોબાળો

સાઉથ આફ્રિકાની બેટિંગ દરમિયાન 8 મી ઓવરમાં એક મોટી ઘટના બની. રચિન રવીન્દ્રના બોલ પર કેપ્ટન એડન માર્કરમે મોટો શોટ માર્યો હતો. બાઉન્ડ્રી પર ડેરીલ મિશેલે કેચ પકડ્યો, પરંતુ તે કેચ ક્લીન હતો કે, નહીં તે અંગે શંકા હતી. ફિલ્ડર પોતે પણ મૂંઝવણમાં હતો. મામલો થર્ડ અમ્પાયર નીતિન મેનન પાસે પહોંચ્યો. રિપ્લેમાં બોલ જમીનને સ્પર્શતો હોય તેવું લાગતું હોવા છતાં, નીતિન મેનને માર્કરમને આઉટ જાહેર કરતાં મોટો વિવાદ ઊભો થયો છે.

થર્ડ અમ્પાયરના નિર્ણય પર સવાલો

ક્રિકેટમાં જ્યારે કોઈ કેચ શંકાસ્પદ હોય, ત્યારે સામાન્ય રીતે બેટ્સમેનને 'બેનિફિટ ઓફ ડાઉટ' આપવામાં આવે છે. પરંતુ એડન માર્કરમના કિસ્સામાં રિપ્લે જોયા પછી એવું સ્પષ્ટ દેખાતું હતું કે જ્યારે ડેરીલ મિશેલે કેચ પકડ્યો ત્યારે બોલનો અમુક હિસ્સો જમીનને સ્પર્શતો હતો. ટીવી અમ્પાયર નીતિન મેનને વિવિધ એંગલથી ચેક કર્યા પછી પણ સોફ્ટ સિગ્નલ કે ગ્રાઉન્ડ રિયાલિટીને બદલે માર્કરમને આઉટ જાહેર કરતા ફેન્સ અને ક્રિકેટ એક્સપર્ટ્સ ચોંકી ગયા હતા.

ફિન એલનની વિસ્ફોટક બેટિંગ

ન્યૂઝીલેન્ડ સામે 170 રનનો ટાર્ગેટ હતો, જે સેમીફાઇનલ જેવી મોટી મેચમાં પડકારજનક હોઈ શકે. પરંતુ ઓપનર ફિન એલન અલગ જ મૂડમાં હતા. ફિન એલેને 33 બોલમાં નોટઆઉટ 100 રન ફટકારીને T20 વર્લ્ડ કપના ઇતિહાસની સૌથી ઝડપી સદી ફટકારી દીધી. એલનની આ તોફાની ઇનિંગને કારણે કિવી ટીમે માત્ર 12.5 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી.

આફ્રિકાનો ફરીથી ધબડકો

સાઉથ આફ્રિકા માટે માર્કો યાનસેને નોટઆઉટ 54 રન બનાવીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. પરંતુ ફરી એકવાર 'ચોકર્સ'નું ગ્રહણ આફ્રિકાને નડ્યું. ઓપનિંગ જોડી સસ્તામાં આઉટ થઈ અને માર્કરમની વિકેટ પડતા જ ટીમની લય તૂટી ગઈ. સાઉથ આફ્રિકાના ચાહકો અમ્પાયરના નિર્ણયને આ હારનું મુખ્ય કારણ માની રહ્યા છે.

હવે ફાઇનલનો જંગ અમદાવાદમાં

સેમીફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ હવે ન્યૂઝીલેન્ડની નજર ટ્રોફી પર છે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. હવે જોવાનું એ રહેશે કે, ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની સામે કઈ ટીમ ટકરાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now