Home Automobile Nissans Gravite Mpv With Powerful Engine Enters India Know About Price Features And Mileage

પાવરફૂલ એન્જિન સાથે, Nissan Gravite MPV ની ભારતમાં એન્ટ્રી! : પ્રીમિયમ ફીચર્સ, ઓછી કિંમતે મળશે શાનદાર માઇલેજ

પાવરફૂલ એન્જિન સાથે, Nissan Gravite MPV ની ભારતમાં એન્ટ્રી!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 19, 2026, 12:03 PM IST

Nissan Gravite : જો તમે તમારા પરિવાર માટે એક બજેટ ફ્રેન્ડલી અને સ્ટાઇલિશ 7-સીટર કાર શોધી રહ્યા છો, તો Nissan તમારા માટે એક ખુશખબર લઈને આવ્યું છે. ભારતમાં નિસાન ગ્રેવાઇટ (Nissan Gravite) ઓફિશિયલ રીતે લોન્ચ કરી દીધી છે. આ MPV માત્ર લુકમાં જ નહીં, પણ પરફોર્મન્સ અને સેફ્ટીમાં પણ દમદાર છે. રેનો ટ્રાઇબરના પ્લેટફોર્મ પર બનેલી આ કાર મધ્યમ વર્ગના પરિવારો માટે એક સારો ઓપ્શન બની શકે છે.

કિંમત અને ખાસ લોન્ચ ઓફર્સ

નિસાન ગ્રેવાઇટની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત ₹5.65 લાખ રાખવામાં આવી છે. નોંધનીય છે કે, આ કિંમત માત્ર પહેલા 1,001 ગ્રાહકો માટે જ માન્ય રહેશે. કંપનીએ આ કારનું બુકિંગ શરૂ કરી દીધું છે. વધુમાં, પહેલા 5,000 ગ્રાહકોને 5 વર્ષ સુધી ઝીરો સર્વિસ કોસ્ટનો લાભ પણ મળશે, જે ગ્રાહકો માટે મોટો ફાયદો છે.

આકર્ષક ડિઝાઇન અને કલર્સ

ગ્રેવાઇટની ડિઝાઇન આધુનિક છે. તેમાં નવા DRL (ડે-ટાઇમ રનિંગ લાઈટ્સ), રિ-ડિઝાઇન કરેલું બમ્પર અને આકર્ષક હનીકોમ્બ ગ્રિલ આપવામાં આવી છે. કારના બોનેટ અને પાછળના ભાગમાં 'GRAVITE' લખેલું છે જે તેને પ્રીમિયમ લુક આપે છે. આ કાર Storm White, Blade Silver, Onyx Black, Metallic Grey અને Forest Green જેવા શાનદાર કલરમાં ઉપલબ્ધ છે.

પ્રીમિયમ ફીચર્સ અને ટેકનોલોજી

આ કારમાં 5+2 સીટિંગ લેઆઉટ મળે છે. ઇન્ટિરિયરની વાત કરીએ તો, તેમાં 8-ઇંચની ટચસ્ક્રીન, વાયરલેસ એપલ કારપ્લે, એન્ડ્રોઇડ ઓટો અને 7-ઇંચનું ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે છે. વધુમાં, પુશ-બટન સ્ટાર્ટ, ક્રુઝ કંટ્રોલ અને વાયરલેસ ચાર્જર જેવા ફીચર્સ મુસાફરીને વધુ આરામદાયક બનાવે છે. લિમિટેડ એડિશનમાં JBL સાઉન્ડ સિસ્ટમ પણ ઉપલબ્ધ છે.

સેફટી ફીચર્સ

સેફ્ટીના મામલે નિસાન ગ્રેવાઇટ ઘણી આગળ છે. તેમાં 6 એરબેગ્સ, રિવર્સ કેમેરા, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS) અને પાર્કિંગ સેન્સર જેવા 45 થી વધુ સુરક્ષા ફીચર્સ આપવામાં આવ્યા છે. રોડ સેફ્ટી માટે તેમાં ડ્યુઅલ-ચેનલ ડેશકેમની સુવિધા પણ મળે છે.

એન્જિન, ગિયરબોક્સ અને માઇલેજ

આ કારમાં 1.0 લિટરનું 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે, જે 72hp પાવર આપે છે. તે 5-સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ વિકલ્પ સાથે આવે છે. કંપનીનો દાવો છે કે તે 19.6 કિમી/લિટર સુધીની માઇલેજ આપે છે. આટલું જ નહીં, ટૂંક સમયમાં તેનું CNG વેરિઅન્ટ પણ બજારમાં જોવા મળશે.

વોરંટી

નિસાન આ કાર પર 3 વર્ષ અથવા 1 લાખ કિમીની સ્ટાન્ડર્ડ વોરંટી આપે છે, જેને તમે 10 વર્ષ કે 5 લાખ કિમી સુધી વધારી શકો છો. આટલી લાંબી વોરંટી આ સેગમેન્ટમાં ભાગ્યે જ જોવા મળે છે, જે ગ્રાહકોનો ભરોસો વધારવા માટે પૂરતી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now