Home Automobile Nissan Magnite Cng Launched In New Automatic Option Know Features And Price

Nissan Magnite CNG ના નવા ઓટોમેટિક ઓપ્શનમાં થઈ લોન્ચ! : જાણો માઇલેજ, ફીચર્સ અને કિંમત વિશેની માહિતી

Nissan Magnite CNG ના નવા ઓટોમેટિક ઓપ્શનમાં થઈ લોન્ચ!
Published by: OBS Bureau
Last Updated: Jan 12, 2026, 09:39 AM IST

2026 Nissan Magnite CNG: ભારતીય બજારમાં CNG SUV ની માંગ ઝડપથી વધી રહી છે અને Tata Nexon CNG અને Maruti Brezza CNG ની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને, Nissan Motor India એ મેન્યુઅલ પછી તેની Magnite SUV ના CNG મોડલ માટે ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન (AMT) વેરિયન્ટ્સ પણ રજૂ કર્યા છે. નવી Nissan Magnite CNG ઓટોમેટિકની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 6.16 લાખ રૂપિયા છે અને ટોપ-એન્ડ CNG ઓટોમેટિક વેરિયન્ટ્સની એક્સ-શોરૂમ કિંમત 8.98 લાખ રૂપિયા સુધી જાય છે. Magnite CNG ને 1.0-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન સાથે રેટ્રો-ફિટેડ CNG કીટ મળે છે.

2026 Nissan Magnite AMT વેરિઅન્ટ્સ અને કિંમત

કારનું નામ

વેરિઅન્ટ (Variant)

ટ્રાન્સમિશન

કિંમત (₹ એક્સ-શોરૂમ અંદાજિત)

Nissan Magnite

Visia

AMT

₹ 6.16 લાખ

Nissan Magnite

Acenta

AMT

₹ 7.17 લાખ

Nissan Magnite

N-Connecta

AMT

₹ 7.79 લાખ

Nissan Magnite

Tekna

AMT

₹ 8.66 લાખ

Nissan Magnite

Tekna+

AMT

₹ 8.98 લાખ

2026 Nissan Magnite CNG મેન્યુઅલ વેરિઅન્ટ્સ અને કિંમત

કારનું નામ

વેરિઅન્ટ (Variant)

ટ્રાન્સમિશન

કિંમત (₹ એક્સ-શોરૂમ અંદાજિત)

Nissan Magnite

Visia

MT

₹ 5.61 લાખ

Nissan Magnite

Visia+

MT

₹ 6.07 લાખ

Nissan Magnite

Acenta

MT

₹ 6.66 લાખ

Nissan Magnite

N-Connecta

MT

₹ 7.29 લાખ

Nissan Magnite

N-Connecta Dual Tone

MT

₹ 7.43 લાખ

Nissan Magnite

Tekna

MT

₹ 8.15 લાખ

Nissan Magnite

Tekna Dual Tone

MT

₹ 8.30 લાખ

Nissan Magnite

Tekna+

MT

₹ 8.47 લાખ

Nissan Magnite

Tekna+ Dual Tone

MT

₹ 8.62 લાખ

2026 Nissan Magnite CNG પાવર અને માઇલેજ

Nissan ઈન્ડિયાનું નવું Magnite CNG 1.0-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે જે રેટ્રોફિટેડ CNG કીટ સાથે 72ps ની પાવર જનરેટ કરે છે. તે 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ AMT ટ્રાન્સમિશન ઓપ્શન સાથે આવે છે. તેની CNG માં માઇલેજ 24 કિમી/કિલોગ્રામ સુધીની છે. તમે દેશભરના ઓફિશિયલ Nissan શોરૂમમાંથી Nissan Magnite માટે ફેક્ટરી-ફિટેડ CNG કીટ ₹72,000 ની વધારાની કિંમતે ખરીદી શકો છો.

નવી Nissan Magnite CNG ના ફીચર્સ

નવી Nissan Magnite ના ફીચર્સ વિશે વાત કરીએ. તેમાં આકર્ષક એક્સટિરિયર ડિઝાઇન અને ઓટો હેડલેમ્પ્સ, ઓલ-બ્લેક કેબિન, ડેશબોર્ડ પર ડ્યુઅલ-ટોન કોપર અને બ્લેક લેઆઉટ, ડોર પેડ્સ અને સીટ અપહોલ્સ્ટરી, બ્લેક અને સિલ્વર ફિનિશ સાથે સ્ટીયરિંગ વ્હીલ, ઓટો ક્લાઇમેટ કંટ્રોલ, ફોર-કલર એમ્બિયન્ટ લાઇટિંગ, 7 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ સાથે 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, રીઅર AC વેન્ટ્સ, ઓટો-ડિમિંગ IRVM, વાયરલેસ ચાર્જર, ટાઇપ-C ચાર્જિંગ પોર્ટ, ઇલેક્ટ્રિક સનરૂફ, 360-ડિગ્રી કેમેરા, 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ અને અન્ય ઘણા સેફટી ફીચર્સ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now