Home Automobile Nissan Gravite Mpv Launch Date Features Price India

નવી ફેમિલી કારની એન્ટ્રી : આ તારીખે લોન્ચ થશે Nissan Gravite, પ્રીમિયમ લુક અને હાઈટેક ફીચર્સ સાથે લેશે એન્ટ્રી

નવી ફેમિલી કારની એન્ટ્રી
Published by: OBS Bureau
Last Updated: Feb 06, 2026, 02:30 PM IST

ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં સસ્તી અને મજબૂત ફેમિલી કારની શોધ કરતા ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. નિસાન કંપનીએ પોતાની આગામી મલ્ટી પર્પઝ વ્હીકલ Nissan Graviteની સત્તાવાર લોન્ચિંગ તારીખ પરથી પડદો ઉઠાવી લીધો છે. કંપની આ આધુનિક કારને 17 ફેબ્રુઆરી 2026ના રોજ ભારતમાં રજૂ કરવા જઈ રહી છે. અગાઉ આ ગાડી જાન્યુઆરી મહિનામાં લોન્ચ થવાની શક્યતા હતી, પરંતુ હવે કંપનીએ નવી તારીખ જાહેર કરી છે. આ કાર ખાસ કરીને મધ્યમ વર્ગીય પરિવારોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, જે 4 મીટરથી ઓછી લંબાઈમાં વધુ સ્પેસ અને સુવિધા આપશે. બજારમાં આવ્યા બાદ આ કારની સીધી ટક્કર Maruti Suzuki Ertiga અને Renault Triber જેવી લોકપ્રિય ગાડીઓ સાથે જોવા મળશે.

આકર્ષક એક્સટીરિયર અને આધુનિક ડિઝાઇન

નવી Nissan Graviteનું નિર્માણ Renault Triberના CMF-A પ્લેટફોર્મ પર કરવામાં આવ્યું છે, તેમ છતાં તેનો બાહ્ય દેખાવ સંપૂર્ણપણે નિસાનની સિગ્નેચર સ્ટાઈલ સાથે સુસંગત છે. કારના આગળના ભાગમાં નવી ગ્રીલની સાથે ઉલ્ટા L-આકારની DRL અને સ્પોર્ટી લુક ધરાવતું બમ્પર આપવામાં આવ્યું છે. કારની પ્રીમિયમ કક્ષા વધારવા માટે તેમાં નવા ડિઝાઇન કરેલા એલોય વ્હીલ્સ પણ જોવા મળશે. ગાડીના પાછળના ભાગમાં ‘Gravite’નું બ્રાન્ડિંગ અને ક્રોમ ફિનિશિંગ સાથેના ટેલલેમ્પ તેને રસ્તા પર એક અલગ ઓળખ આપશે.

કેબિનની સુવિધા અને સ્માર્ટ ફીચર્સ

આ કારના ઈન્ટિરિયરમાં યુઝર્સને પ્રીમિયમ અનુભવ કરાવવા માટે કંપનીએ ખાસ ફેરફારો કર્યા છે. Nissan Graviteમાં 8-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 7-ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ ઉપરાંત તેમાં Wireless Android Auto અને Apple CarPlay, ક્રૂઝ કંટ્રોલ તેમજ હાઈટ એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ જેવા સ્માર્ટ ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે ગાડીમાં કૂલ્ડ ગ્લવ બોક્સ અને ઓટો ફોલ્ડિંગ ORVMs પણ આપવામાં આવશે.

પાવરફુલ એન્જિન અને બજેટ કિંમત

એન્જિનની વાત કરીએ તો Nissan Graviteમાં 1.0 લીટરનું 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળવાની સંભાવના છે, જે 72 BHPનો પાવર અને 96 Nmનો ટોર્ક જનરેટ કરી શકે છે. કંપની આ એન્જિનને વધુ સારી ડ્રાઇવિંગ ક્વોલિટી માટે રિ-ટ્યુન પણ કરી શકે છે. કિંમતના મોરચે આ કાર ખૂબ જ આક્રમક સાબિત થઈ શકે છે. તેની સંભવિત શરૂઆતની કિંમત 6 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે, જ્યારે ટોપ મોડલની કિંમત 9 લાખ રૂપિયા સુધી પહોંચવાની શક્યતા છે. ઓછી કિંમતમાં વધુ ફીચર્સ અને સ્પેસના કારણે આ કાર ફેમિલી સેગમેન્ટમાં મોટો ફેરફાર લાવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
નવી Tata Altroz iCNG ખરીદતા પહેલા તેનો રિવ્યૂ જાણો
નવા ફિચર્સ સાથે લોન્ચ થઈ Royal Enfield Guerrilla 450!
Royal Enfield Hunter 350 હવે નવા 'Konyak' સ્ક્રેમ્બલર લુકમાં!
કારના આ 4 સેન્સર કેમ જલ્દી બગડી જાય છે?
Sierra અને Duster માંથી કઈ કાર આપે છે વધુ માઇલેજ?