Home Business Nirav Modi Final Legal Challenge Lost Extradition India Imminent

નીરવ મોદીના તમામ કાયદાકીય રસ્તા બંધ : છેલ્લી લડાઈ પણ હાર્યા; ભારતમાં ક્યારે થશે પ્રત્યાર્પણ?

Nirav Modi Extradition
Published by: OBS Bureau
Last Updated: Jul 06, 2026, 02:46 PM IST

Nirav Modi Extradition: પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સ (ECHR)માં છેલ્લી કાનૂની લડાઈ હાર્યા બાદ હવે નીરવ મોદીનું ભારત પ્રત્યાર્પણ (સોંપણી) સંપૂર્ણપણે નક્કી થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નીરવ મોદી પાસે ઉપલબ્ધ તમામ કાનૂની રસ્તાઓ હવે સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. બ્રિટન સરકાર તરફથી હવે તેના પ્રત્યાર્પણની પ્રક્રિયાને આગળ વધારી શકાય છે અને હવે માત્ર કેટલીક વહીવટી ઔપચારિકતાઓ જ બાકી રહી ગઈ છે.

Mobile Bill: કરોડો મોબાઈલ યુઝર્સને લાગશે ઝટકો! : 15% સુધી વધી શકે છે તમારું મોબાઈલ બિલ; શું છે કારણ?

આ અગાઉ એ સામે આવ્યું હતું કે, ECHR એ નીરવ મોદીની અરજીને ગુપ્ત રાખી હતી અને સમગ્ર પ્રક્રિયાને ગોપનીય બનાવી રાખી હતી. સ્ટ્રાસબર્ગ સ્થિત આ અદાલત કેસો બાકી (પેન્ડિંગ) હોય તે દરમિયાન તેની માહિતી શેર કરતી નથી. નીરવ મોદીએ બ્રિટનમાં પોતાના તમામ કાનૂની રસ્તાઓ સમાપ્ત થયા બાદ એપ્રિલ 2026માં ECHRના દ્વાર ખખડાવ્યા હતા. આના બરાબર પહેલા યુકે સરકારે તેને તાત્કાલિક ભારત મોકલવા માટે પ્રત્યાર્પણ સંબંધિત દસ્તાવેજોને મંજૂરી આપી દીધી હતી.

માનવાધિકાર અદાલતનો રાહત આપવાનો ઇનકાર

નીરવ મોદી તરફથી આ પગલું ત્યારે ઉઠાવવામાં આવ્યું હતું, જ્યારે યુકે હાઈકોર્ટે તેને પ્રત્યાર્પણ વિરુદ્ધ અપીલ કરવાની પરવાનગી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. અદાલત દ્વારા એ સ્વીકારવામાં આવ્યું હતું કે ભારત સરકાર તરફથી જેલની સ્થિતિ અને આરોપી સાથે કરવામાં આવનારા વ્યવહાર અંગે આપવામાં આવેલી ખાતરીઓ સંપૂર્ણપણે પૂરતી અને સંતોષકારક છે. માનવાધિકાર અદાલતે પણ નીરવ મોદીને કોઈપણ પ્રકારની રાહત આપવાની ના પાડી દીધી છે. આવી સ્થિતિમાં રાજદ્વારી સૂત્રોનું કહેવું છે કે તેના પ્રત્યાર્પણના રસ્તામાં હવે કોઈ કાનૂની અડચણ બાકી રહી નથી.

37 વર્ષીય માયા ટાટા હવે સંભાળશે મોટો બિઝનેસ? : જાણો ટાટા પરિવારની નવી પેઢીનું આ નામ કેમ બન્યું ચર્ચાનો વિષય

પીએનબી વિવાદ/છેતરપિંડી કેસમાં નીરવ મોદીની શોધ

નીરવ મોદી માર્ચ 2019માં લંડનમાં ધરપકડ થયા બાદથી જ વાન્ડ્સવર્થ જેલમાં બંધ છે. ભારતમાં સીબીઆઈ (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને પીએનબી છેતરપિંડી અને મની લોન્ડરિંગના કેસોમાં તેની શોધ છે. રાજદ્વારી સૂત્રોએ એ માહિતી પણ આપી છે કે બ્રિટનના અધિકારીઓ તરફથી તેને ભારતને સોંપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને કોઈપણ સમયે નીરવ મોદીને ભારત લાવી શકાય છે.

કાર્યવાહી ફરી શરૂ કરવાની વિનંતી ફગાવી

આ અગાઉ માર્ચ મહિનામાં લંડનની હાઈકોર્ટ ઓફ જસ્ટિસે નીરવ મોદીની એ અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેણે પોતાના પ્રત્યાર્પણના આદેશ વિરુદ્ધ બંધ થઈ ચૂકેલી અદાલતી કાર્યવાહીને ફરીથી શરૂ કરવા માટે જણાવ્યું હતું. નીરવ મોદીએ પોતાની બંધ થયેલી કાર્યવાહીને ફરી શરૂ કરાવવા માટે બ્રિટનના ચર્ચિત 'ભંડારી કેસ'ના ચુકાદાનો સહારો લીધો હતો. વાસ્તવમાં, સંરક્ષણ સોદાના વચેટિયા સંજય ભંડારીએ દાવો કર્યો હતો કે જો તેને ભારત મોકલવામાં આવશે તો તેના પર અત્યાચાર ગુજારવામાં આવશે. આ પછી યુકેની અદાલતે માનવતાના ધોરણે તેના પ્રત્યાર્પણ પર રોક લગાવી દીધી હતી.

હોર્મુઝથી ભારતના ખેડૂતો માટે ખુશખબર! : યુરિયા-ડીએપીનો મોટો જથ્થો લઈને ભારત આવી રહ્યા છે જહાજો, 15 જહાજો સુરક્ષિત રીતે આગળ વધ્યા

આ જ આધાર પર નીરવ મોદીએ પણ દાવો કર્યો હતો કે ભારત જવાથી તેને માનસિક કે શારીરિક સતામણીનો ભય છે. જો કે, ભારતીય તપાસ એજન્સી સીબીઆઈ (CBI)ના અધિકારીઓએ કોર્ટમાં મજબૂત દલીલો અને પુરાવા રજૂ કરીને નીરવ મોદીના આ ખોટા દાવાને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દીધો હતો. યુકે હાઈકોર્ટે પોતાનો ચુકાદો સંભળાવતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, નીરવ મોદીની અરજી અને તેની પરિસ્થિતિઓ અસાધારણ નથી, તેથી આ મામલાને ફરીથી ખોલવો બિલકુલ યોગ્ય ગણાશે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now