Home Entertainment News Taarak Mehta Ka Ooltah Chashmah Dilip Joshi Disha Vakani Asit Modi

હમ સાથ સાથ હૈ.... તારક મહેતાના નિર્માતા સાથે દિલીપ જોશી દેખાયા : ચાહકે લખ્યું કે 'દયાબેન ક્યાં છે'?

હમ સાથ સાથ હૈ.... તારક મહેતાના નિર્માતા સાથે દિલીપ જોશી દેખાયા
Published by: OBS Bureau
Last Updated: Jul 26, 2025, 11:55 AM IST

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી થોડાક દિવસના આરામ પછી પાછા આવી ગયા છે. હાલમાં જ દિલીપ જોશી અને શૉના પ્રોડ્યૂસર અસિત મોદીને એક ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા. બંનેને એકસાથે જોઈને ફેન્સ ખુશી થઈ ગયા.

દિલીપ જોશી-અસિત મોદી સાથે દેખાયા

એક વીડિયોમાં જોઈ શકાય છે કે, અસિત મોદી અને દિલીપ જોશી સાથે બેસીને ઈવેન્ટની મજા માણી રહ્યા હોય, બંનેને તાળીઓ પાડતા પણ દેખાય છે. શૉના પ્રોડ્યૂસર અને એક્ટરને સાથે જોઈને ફેન્સને દયાબેન (દિશા વાકાણી)ની યાદ આવી ગઈ, એક ચાહકે વીડિયોમાં કમેન્ટ્સ કરી લખ્યું કે 'દયાબેન ક્યાં છે?' બીજા ચાહકે લખ્યું કે 'દયાબેન વગરના જેઠાલાલ અધૂરા લાગી રહ્યા છે'. તો બીજા યુઝરોએ લખ્યું કે 'દયાબેન શૉમાં પાછા આવા જોઈએ'. તો કેટલાક લોકો દિલીપ જોષી અને અસિત મોદીને સાથે જોઈને રમૂઝ સ્ટીકરો પણ શેર કર્યા.

દયાબેન અને જેઠાલાલની જોડી હિટ

'તારક મહેતા' ટેલિવિઝનનો એક આઇકોનિક શૉ છે. શૉમાં ફેન્સે દયાબેન-જેઠાલાલની જોડીને ખૂબ પસંદ કરી છે. દિશા વાકાણીએ દયાબેનનો કિરદાર પણ ખૂબ સારી રીતે ભજવ્યો છે, જેથી આજસુધી તેને ભૂલી નથી શક્યા. છેલ્લા કેટલાએ વર્ષથી ફેન્સે દયાબેનને પાછા લાવાની માગણી કરી રહ્યા છે. પરંતુ શૉના મેકર્સ તેમણે પાછા લાવામાં અસફળ થાય છે. હવે જોઈએ આવનાર સમયમાં આ શૉમાં પાછા એન્ટ્રી કરે છે કે નહીં?

શૉને કેટલા વર્ષ પૂર્ણ થયા?

શૉની વાત કરીએ તો, "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" 2008માં આ શૉની શરૂઆત થઈ હતી. આ શૉ છેલ્લા 17 વર્ષથી દર્શકોને મનોરંજન પૂરું પડી રહ્યું છે. આટલા વર્ષોમાં શૉમાં કેટલાએ કલાકારો આવ્યા અને ગયા, પરંતુ આની શૉની લોકપ્રિયતાને કઈ ફરક પડ્યો નથી. હાલમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં હૉરર ટ્રેક શરૂ કર્યો હતો. આ હૉરર ટ્રેકે ફરીથી આ શૉને નંબર વન બનવી દીધો છે. પરંતુ જેવુ આ ટ્રેક પૂર્ણ થયો તેવી તરત TRP ઓછી થઈ ગઈ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now