Home Sports News Sports Ipl Ex Chairmen Lalit Modi Acquie Vanuatu Citizenship

લલિત મોદીને ભારત લાવવા હવે અશક્ય! : safest countryની નાગરિકતા મેળવી, નહીં પહોંચી શકે ED-CBI

લલિત મોદીને ભારત લાવવા હવે અશક્ય!
Published by: OBS Bureau
Last Updated: Mar 08, 2025, 05:28 AM IST

IPLના પૂર્વ ચેરમેન લલિત મોદીએ પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવા માટે અરજી કરી છે. મહત્વનું છે કે ED અને CBI જેવી ભારતીય તપાસ એજન્સીઓએ તેમને ગુનેગાર જાહેર કર્યા છે. લલિત મોદીએ પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં આવેલ ટાપુ દેશ વાનુઆતુની નાગરિકતા મેળવી લીધી છે. 

આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે લંડન સ્થિત ભારતીય ઉચ્ચાયોગમાં લલિત મોદીએ પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવા અરજી કરી છે, જે હાલના નિયમો અને પ્રક્રિયાઓ પ્રમાણે તપાસવામાં આવશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વધુમાં જણાવ્યું કે લલિત મોદીએ વાનુઆતુની નાગરિકતા પ્રાપ્ત કરી છે અને ભારત સરકાર તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી આગળ વધારી રહી છે.

શુ કહ્યું વિદેશ મંત્રાલયના પ્રવકતાએ?

શું હતો મામલો?


IPL ની શરૂઆત પાછળ લલિત મોદી હતા. આજના સમયમાં IPL એ વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ લીગમાંથી એક બની ગઈ છે. વર્ષ 2009માં, ભારતમાં સામાન્ય ચૂંટણીઓના કારણે IPLને દક્ષિણ આફ્રિકામાં શિફ્ટ કરવું પડ્યું હતું. 2010 IPL ફાઇનલ પછી તરત જ BCCIએ લલિત મોદીને પુણે અને કોચી ફ્રેન્ચાઈઝી માટેની બિડિંગમાં ગડબડી, મની લોન્ડ્રિંગ અને આર્થિક ગેરરીતિઓના આરોપસર સસ્પેન્ડ કર્યા હતા.

પોતાની ગર્લફ્રેન્ડનો કર્યો હતો ઉલ્લેખ


લલિત મોદી પર આર્થિક ગડબડીઓ અને પદ પરથી અનધિકૃત મન ટ્રાન્સફર કરવાનો આરોપ છે. તાજેતરમાં, તેઓ ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે 2025 ના વેલેન્ટાઇન ડે પર પોતાની નવી ગર્લફ્રેન્ડ રાયમ બોરી વિશે વાત કરી હતી.તેમણે પોતાની ગર્લફ્રેન્ડ સાથેની કેટલીક તસવીરો શેર કરી અને લખ્યું કે તેમની 25 વર્ષની મિત્રતા હવે પ્રેમમાં બદલાઈ ગઈ છે. મહત્વનું છે કે 2022માં, લલિત મોદી બોલીવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન સાથેના સંબંધને કારણે પણ ચર્ચામાં આવ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now