New Zealand clean sweeps England by winning the ODI series 3-0: શનિવારે સ્કાય સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી વનડે મેચમાં ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડ સામે 2 વિકેટે જીત મેળવી હતી. આ સાથે, ન્યુઝીલેન્ડે ODI સીરિઝ 3-0થી ક્લીન સ્વીપ કરી લીધી છે. ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ 40.2 ઓવરમાં માત્ર 222 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમને મોટો ઝટકો લાગ્યો જ્યારે Jamie Smith 5 રન બનાવીને આઉટ થઈ ગયો, ત્યારબાદ ટીમે 44 રનના સ્કોર સુધી પાંચ વિકેટ ગુમાવી દીધી.
ઇંગ્લેન્ડ ટીમનું પ્રદર્શન
44 રનમાં આઉટ થાય પછીથી, Jos Buttlerએ Sam Curran સાથે છઠ્ઠી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરીને ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો. Sam Curran 29 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે જોસ બટલરે 38 રનની ઇનિંગ રમી હતી. Brydon Carseએ આઠમી વિકેટ માટે Jamie Overton સાથે 50 બોલમાં 58 રન ઉમેર્યા. Jamie Overton એકમાત્ર ઇંગ્લેન્ડનો ખેલાડી હતો જેને હાફ-સેંચુરી ફટકારી હતી, તેને 62 બોલમાં બે છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા. Carseએ પણ ટીમના કુલ સ્કોરમાં 36 રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ ટીમ તરફથી Blair Ticknerએ સૌથી વધુ 4 વિકેટ લીધી. Jacob Duffyએ પણ ત્રણ વિકેટ લીધી, જ્યારે Zakary Foulkesએ બે વિકેટ લીધી.
ન્યુઝીલેન્ડ ટીમનું પ્રદર્શન
જેના જવાબમાં ન્યુઝીલેન્ડે 44.4 ઓવરમાં મેચ જીતી લીધી. Devon Conway અને Rachin Ravindraએ 12.5 ઓવરમાં 78 રન ઉમેર્યા. Devon Conway 44 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો, જ્યારે Rachin Ravindra 37 બોલમાં 46 રન બનાવીને આઉટ થયો. આ દરમિયાન, Daryl Mitchellએ 68 બોલમાં 44 રન બનાવ્યા, જેમાં એક છગ્ગો અને ચાર ચોગ્ગાનો સમાવેશ થાય છે, જ્યારે કેપ્ટન Mitchell Santnerએ ટીમના ખાતામાં 27 રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી Jamie Overton અને Sam Curranએ 2-2 વિકેટ લીધી, જ્યારે Brydon Carse અને Adil Rashidએ 1-1 વિકેટ લીધી.
પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સીરિઝ એવાર્ડ
Blair Ticknerને તેની 10 ઓવરમાં 64 રન આપીને 4 વિકેટ લીધી તેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ એવાર્ડ આપ્યો અને પ્લેયર ઓફ ધ સીરિઝ Daryl Mitchellને આપવામાં આવ્યો





















