Home Automobile New Variant Of Hyundai Venue Launched Know About Features And Price Of New Variant

Hyundai Venue નું નવું Variant થયું લોન્ચ! : જાણો નવા Variant ના દમદાર ફીચર્સ અને કિંમત વિશેની માહિતી

Hyundai Venue નું નવું Variant થયું લોન્ચ!
Published by: OBS Bureau
Last Updated: Jan 02, 2026, 09:35 AM IST

New Hyundai Venue HX5+ Variant Price Features: Hyundai મોટર ઇન્ડિયાએ હાલમાં તેની લોકપ્રિય સબ-4 મીટર કોમ્પેક્ટ SUV Venue નું નવી જનરેશનનું મોડલ લોન્ચ કર્યું છે, જે તેના સુધારેલા લુક અને ફીચર્સ સાથે સેગમેન્ટમાં ધૂમ મચાવી રહ્યું છે. હવે, Hyundai Venue પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવતા, કંપનીએ એક નવું HX5+ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે, જેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 9,99,900 છે અને તે ગ્રાહકોને શાનદાર સ્ટાઇલ, કમ્ફર્ટ અને ફીચર્સ આપે છે. નવા HX5+ વેરિઅન્ટના લોન્ચ સાથે, Hyundai Venue પોર્ટફોલિયો વધુ આકર્ષક બન્યો છે, જે ગ્રાહકોને વધુ પસંદગી અને વધુ સારું મૂલ્ય પ્રદાન કરે છે.

Hyundai Venue ના ફીચર્સ અને એન્જિન ઓપ્શન

નવી Hyundai Venue ના નવા HX5+ વેરિઅન્ટમાં ઘણી મુખ્ય ફીચર સમાવેશ કરવામાં આવ્યા છે, જે રોજિંદા ડ્રાઇવિંગને વધુ આરામદાયક બનાવે છે. આમાં રૂફની રેલ, ક્વોડ-બીમ LED હેડલાઇટ, પાછળની વિંડો સનશેડ, સ્માર્ટફોન વાયરલેસ ચાર્જર, સ્ટોરેજ સાથે ડ્રાઇવર કન્સોલ આર્મરેસ્ટ, પાછળનો વાઇપર અને વોશર, ઓટો અપ-ડાઉન સાથે ડ્રાઇવર પાવર વિન્ડો અને સેફટી ફીચર્સનો સમાવેશ થાય છે. આ ફીચર્સ Hyundai Venue ને તેના પ્રાઇસ સેગમેન્ટમાં ફીચર-લોડેડ કોમ્પેક્ટ SUV તરીકે સ્થાન આપે છે. Venue ના આ નવા વેરિઅન્ટમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે Kappa 1.2-લિટર પેટ્રોલ એન્જિન આવે છે.

HX5 Plus વેરિઅન્ટમાં હવે હાઇટ-એડજસ્ટેબલ ડ્રાઇવિંગ સીટ્સ

Hyundai Venue ના નવા HX5 Plus વેરિઅન્ટના લોન્ચ સાથે નોંધપાત્ર અપગ્રેડ પણ પ્રાપ્ત થયું છે. આ વેરિઅન્ટમાં હવે ડ્રાઇવર સીટની એડજેસ્ટમેન્ટનું ફીચર છે, જે ડ્રાઇવરોને તેમની જરૂરિયાતોને અનુરૂપ સીટની હાઇટ એડજસ્ટ કરવાની મંજૂરી આપે છે, જેનાથી તેમનો ડ્રાઇવિંગ અનુભવ વધે છે. હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડ તેની કારમાં અદ્યતન ટેકનોલોજી, સેફટી, કમ્ફર્ટ અને મૂલ્યનું અનોખું કોમ્બિનેશન આપે છે.

નવી Venue ને 50,000 થી વધુ બુકિંગ

નવા Hyundai Venue વેરિઅન્ટના લોન્ચ પર Hyundai Motor India Limited ના મેનેજિંગ ડિરેક્ટર અને CEO તરુણ ગર્ગે ખુશી વ્યક્ત કરતા કહ્યું, "નવા Hyundai Venue ને ગ્રાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, 50,000 થી વધુ બુકિંગ પહેલાથી જ મળી ગયા છે. નવા HX5+ વેરિઅન્ટની રજૂઆત નવા Venue ના મૂલ્યમાં વધુ વધારો કરે છે, જે આજના સમયમાં ગ્રાહકો અપેક્ષા રાખે છે તે વધારાની કમ્ફર્ટ અને ફીચર પ્રદાન કરે છે."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now