Home Tech/Gadgets New Update Of Ios Rolled Out For Apple Users Make Your Phone Safe

iPhone, iPad વાપરો છો તો તાત્કાલિક કરો અપડેટ : થઈ શકે છે મોટુ નુકસાન

iPhone, iPad વાપરો છો તો તાત્કાલિક કરો અપડેટ
Published by: OBS Bureau
Last Updated: Feb 12, 2025, 06:52 AM IST

એપલે iOS 18.3.1 અને iPADOS 18.3.1 માટે ઈમરજન્સી સેફ્ટી અપડેટ આપી છે. કંપનીએ તમામ આઇફોન અને આઈપેડ યુઝર્સને તાત્કાલિક ઈન્સ્ટોલ કરવા જણાવ્યું છે. કારણ કે આ અપડેટ ગંભીર ઝીરો-ડે સુરક્ષા ખામીને સુધારે છે. એપલના જણાવ્યા અનુસાર, આ ખામીનો પહેલેથી જ "અત્યંત જટિલ" લક્ષિત હુમલામાં દુરુપયોગ થઈ રહ્યો છે, તેથી તેને શક્ય તેટલી વહેલી તકે ઈન્સ્ચોલ કરવું જરૂરી છે.

સુરક્ષાની ખામી શું છે?

સુરક્ષા ખામીને CVE-2025-24200 તરીકે ઓળખવામાં આવી છે અને તેને સૌપ્રથમ સિટિઝન લેબ સંશોધક બિલ માર્કઝેક દ્વારા શોધવામાં આવી હતી. એપલના જણાવ્યા અનુસાર, આ અધિકૃતતા સાથે સંકળાયેલી સમસ્યા છે, જે એટેકર્સ સુરક્ષા પગલાંને બાયપાસ કરવાની મંજૂરી આપી શકે છે. તેમાં યુએસબી રેસ્ટ્રીક્ટેડ મોડનો પણ સમાવેશ થાય છે, જે લૉક કરેલા ડિવાઈસ પર અનધિકૃત ડેટા ઍક્સેસને રોકવા માટે બનાવેલ છે.

એપલના આ નવા અપડેટ વિષયે તમે શું વિચારો છો?

એપલના જણાવ્યા અનુસાર, આ ખામી યુએસબી પ્રતિબંધિત મોડને અસર કરી રહી હતી. આ સુરક્ષા સુવિધા iOS 11.4.1માં રજૂ કરવામાં આવી હતી, જે ડિવાઈસને એક કલાકથી વધુ સમય માટે લૉક કર્યા પછી યુએસબી એક્સેસરીઝને ડેટા કનેક્શન સ્થાપિત કરવાથી અટકાવે છે. આ ખામીનો ઉપયોગ કરીને, એટેકર્સ આ સુરક્ષા સુવિધાને નિષ્ક્રિય કરી શકે છે, જે ડિવાઈસને સંવેદનશીલ ડેટાને જોખમમાં મુકે છે.

કયા ડિવાઈસને અસર થશે?

આ સુરક્ષા ખામી સંખ્યાબંધ એપલ ડિવાઈસને અસર કરી રહી છે.

iPhone XS અને પછીના મોડેલો.

iPad Pro 12.9-ઇંચ (3rd gen અને પછીના મોડેલો)
iPad Pro 11-ઇંચ (1st gen અને પછીના મોડેલો)
iPad Air (3rd gen અને પછીના મોડેલો)
iPad (7 gen અને પછીના મોડેલો)
iPad Mini (5th gen એને પછીના મોડેલો)
iPad Pro 12.9-ઇંચ (2nd gen)
iPad Pro 10.5-ઇંચ અને iPad (6th gen) જેવા જૂના મોડલ પણ આ ખામીથી પ્રભાવિત છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now