Home Automobile New Skoda Kushaq Facelift Launch Tomorrow Design Features Update

આવતીકાલે લોન્ચ થશે નવી Skoda Kushaq : ડિઝાઈન પરથી ઉઠ્યો પડદો, જાણો પહેલા કરતા કેટલી બદલાશે?

આવતીકાલે લોન્ચ થશે નવી Skoda Kushaq
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2026, 05:30 PM IST

Skoda India આવતીકાલે એટલે કે 20 જાન્યુઆરીના રોજ પોતાની લોકપ્રિય SUV Kushaq નું નવું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ લોન્ચિંગના એક દિવસ પહેલા આ કારનું ટીઝર જારી કરીને તેની ડિઝાઈન પરથી પડદો ઉઠાવ્યો છે. Kushaq 2026 માત્ર નાના ફેરફારો સાથે નહીં પરંતુ મોટા અપડેટ્સ સાથે બજારમાં આવશે. ટીઝર પરથી સ્પષ્ટ જણાય છે કે કારના એક્સટિરિયર અને ઈન્ટિરિયર બંનેમાં વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા છે.

પહેલા કરતા વધુ આકર્ષક ડિઝાઈન

નવી Skoda Kushaq માં સૌથી મોટો ફેરફાર તેની ફ્રન્ટ પ્રોફાઈલમાં જોવા મળશે. જેમાં હવે પહેલા કરતા મોટી ગ્રિલ અને નવી LED લાઈટ્સ આપવામાં આવી છે. ફ્રન્ટમાં કનેક્ટેડ LED અને નવા હેડલેમ્પ્સ કારને પ્રીમિયમ લુક આપે છે, જ્યારે બમ્પરની ડિઝાઈન પણ સંપૂર્ણપણે નવી છે. કારના પાછળના ભાગમાં પણ કનેક્ટેડ LED લાઈટિંગ આપવામાં આવી છે જેના કારણે ગાડી પાછળથી વધુ પહોળી અને આકર્ષક દેખાય છે. આ ઉપરાંત તેમાં નવા એલોય વ્હીલ્સ પણ જોવા મળી શકે છે.

ફિચર લોડેડ ઈન્ટિરિયર

કેબિનની વાત કરીએ તો નવી કુશાકના ડેશબોર્ડની ડિઝાઈનમાં પણ મોટા ફેરફારોની શક્યતા છે. સ્કોડાએ આ વખતે કારને પહેલા કરતા વધુ ફિચર લોડેડ બનાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી કુશાકમાં પેનોરામિક સનરૂફ, 360-ડિગ્રી કેમેરા, રિયર ડિસ્ક બ્રેક અને અપડેટેડ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ જેવા આધુનિક ફિચર્સ હશે. આ સિવાય એર કન્ડિશનિંગ સિસ્ટમમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

સેગમેન્ટમાં પ્રથમવાર રિયર સીટ મસાજ ફંક્શન

નવી Skoda Kushaq ફેસલિફ્ટમાં સુરક્ષા માટે Level-2 ADAS જેવા એડવાન્સ સેફ્ટી ફિચર્સ મળવાની આશા છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ ગાડીમાં રિયર સીટ મસાજ ફંક્શન પણ આપવામાં આવી શકે છે જે આ સેગમેન્ટની કોઈ પણ કારમાં પ્રથમવાર જોવા મળશે. મિકેનિકલ ફેરફારોની વિગતો આવતીકાલે લોન્ચ સમયે જાહેર કરવામાં આવશે, પરંતુ આ નવી કાર તેના સ્પોર્ટી લુક અને હાઈ-ટેક ફિચર્સને કારણે માર્કેટમાં ફરી ધૂમ મચાવશે તે નક્કી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now