Home Automobile New Car Launches India February 2026 Suv Mpv List

નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? : ફેબ્રુઆરીમાં લોન્ચ થશે 5 શાનદાર SUV અને 1 ફેમિલી MPV, જુઓ સંપૂર્ણ લિસ્ટ

નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો?
Published by: OBS Bureau
Last Updated: Feb 05, 2026, 05:45 PM IST

જો તમે આ દિવસોમાં નવી ગાડી ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો ફેબ્રુઆરી 2026 સુધી થોડી રાહ જોવી ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ મહિને ભારતીય Automobile માર્કેટમાં મોટી હલચલ જોવા મળશે કારણ કે અનેક દિગ્ગજ બ્રાન્ડ્સ પોતાની નવી SUV અને MPV માર્કેટમાં ઉતારવા જઈ રહી છે. આ લિસ્ટમાં બજેટ કારથી લઈને પ્રીમિયમ સેગમેન્ટ સુધીના અનેક વિકલ્પો ઉપલબ્ધ થશે.

Nissan Gravite: કિફાયતી ફેમિલી કાર

નિસાન તેની નવી કોમ્પેક્ટ 3-Row MPV ગ્રેવાઈટ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ કાર Renault Triber ના પ્લેટફોર્મ પર આધારિત હશે. તેમાં આકર્ષક સ્ટાઈલિંગ અને વધુ ફીચર્સ ધરાવતું ઈન્ટિરિયર જોવા મળશે. પેટ્રોલ એન્જિનની સાથે તેમાં મેન્યુઅલ અને AMT ગિયરબોક્સનો ઓપ્શન પણ મળશે જે મધ્યમ વર્ગના પરિવારો માટે શ્રેષ્ઠ પસંદગી બની શકે છે.

BMW X3 30 xDrive M Sport Pro: લક્ઝરી અને પાવરનો સંગમ

BMW X3 નું નવું ટોપ વેરિઅન્ટ 16 ફેબ્રુઆરી 2026થી વેચાણ માટે ઉપલબ્ધ થશે. આ લક્ઝરી કારમાં 2.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિનની સાથે માઈલ્ડ હાઈબ્રિડ સિસ્ટમ આપવામાં આવશે જે શાનદાર પાવર અને પરફોર્મન્સ પ્રદાન કરશે. પ્રીમિયમ ગ્રાહકોને ધ્યાનમાં રાખીને આ SUV તૈયાર કરવામાં આવી છે.

MG Majestor અને Maruti e Vitara: ફ્યુચરિસ્ટિક ઓપ્શન્સ

MG મોટર્સ 12 ફેબ્રુઆરીએ મેજેસ્ટર લોન્ચ કરશે જેને ગ્લોસ્ટરનું અપગ્રેડ અને પ્રીમિયમ વર્ઝન માનવામાં આવે છે. બીજી તરફ મારુતિ સુઝુકી તેની બહુપ્રતિક્ષિત ઇલેક્ટ્રિક SUV e Vitara પરથી પડદો ઉઠાવશે. આ ઈલેક્ટ્રિક કાર એકવાર ફૂલ ચાર્જ થવા પર 500 કિમીથી વધુની રેન્જ આપી શકે છે અને તેને સેફ્ટીમાં 5-Star રેટિંગ પણ મળ્યું છે.

Volkswagen Tayron: ફોર્ચ્યુનરને આપશે ટક્કર

ફોક્સવેગન તેની મોટી 7-સીટર SUV ટેરોન ભારતીય બજારમાં ઉતારશે. આ ગાડી ફોર્ચ્યુનર અને કોડિયાક જેવી SUV ને સીધી ટક્કર આપશે. તેની સંભવિત કિંમત 45 થી 50 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. આ કંપનીની સૌથી આધુનિક અને ફ્લેગશિપ SUV તરીકે ઓળખાશે. આમ ફેબ્રુઆરી મહિને દરેક સેગમેન્ટમાં ગ્રાહકોને અદ્યતન વિકલ્પો મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now