Home Entertainment Netflix Is Getting Costlier In Many Contries

NETFLIX થઈ રહ્યું છે મોંઘુ : કંપનીનો મહત્વનો નિર્ણય

NETFLIX થઈ રહ્યું છે મોંઘુ
Published by: OBS Bureau
Last Updated: Jan 25, 2025, 04:53 AM IST

NETFLIXના વ્યૂઅર્સ માટે આ ખુબ અગત્યના સમાચાર છે કારણ કે હવે કંપની તેના સબસ્ક્રિપ્શન પ્લાનની કિંમત વધારવાની છે. આ સાથે જ કંપનીએ એ પણ માહિતી આપી કે તહેવારોની સિઝનમાં 1.9 કરોડ નવા સબસ્ક્રાઇબર્સ અને ગત વર્ષમાં લગભગ 3 કરોડ નવા સબસ્ક્રાઇબર્સ એડ કર્યા છે.

વધી રહ્યાં છે સબ્સ્ક્રિપશનના ભાવ
કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે ફિલ્મો અને શોઝમાં સતત ઈન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. તેથી, હવે સબ્સ્ક્રાઇબર્સને થોડા વધુ પૈસા પડશે જેથી કરીને કંપની વધુ સારા સુધારા કરી શકે. કંપનીએ કહ્યું કે તે એંગેજમેન્ટના સંદર્ભમાં બજારમાં લીડરશીપ પોઝિશન પર છે. પેઇડ સબસ્ક્રાઇબર પ્લેટફોર્મ પર દરરોજ સરેરાશ 2 કલાક વિતાવે છે.

એડ વાળા પ્લાનના કારણે આવે છે વધુ સબસ્ક્રાઈબર્સ
કંપનીએ કહ્યું કે તેના 55 ટકા સબ્સ્ક્રાઇબર્સ એડ પ્લાન પસંદ કરી રહ્યા છે અને અગાઉના ક્વાર્ટરની સરખામણીમાં તેમાં 30 ટકાનો ઉછાળો આવ્યો છે. આ વર્ષે કંપની તેના એડ બિઝનેસને વધારવા પર ધ્યાન આપશે.

આ દેશોમાં વધેલી કિંમતો લાગુ થશે
Netflixના વધેલા પ્લાનની કિંમતો હાલમાં આર્જેન્ટિના, કેનેડા, પોર્ટુગલ અને અમેરિકામાં લાગુ થશે. અમેરિકામાં, કંપનીએ તેના પ્લાનની કિંમતમાં $2નો વધારો કર્યો છે. આ પછી, પ્રીમિયમ પ્લાન દર મહિને $25 (અંદાજે રૂ. 2,160) અને સ્ટાન્ડર્ડ પ્લાન $18 (અંદાજે રૂ. 1,555) બની ગયો છે. એડ પ્લાન 1 ડોલર મોંઘો થઈ ગયો છે અને હવે તમારે તેના માટે દર મહિને 8 ડોલર (લગભગ 690 રૂપિયા) ચૂકવવા પડશે. હાલમાં ભારતમાં ગ્રાહકો માટે કિંમતમાં વધારો કરવામાં આવ્યો નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now