Home Entertainment Neha Pendse Eggs Freeze Motherhood Statement Gujarati

લાખો ખર્ચ્યા, પીડા સહન કરી પણ હવે માં બનવા નથી માંગતી આ અભિનેત્રી : કારણ જાણીને ચોંકી જશો!

Neha Pendse mother
Published by: Viral Patel
Last Updated: May 01, 2026, 12:10 PM IST

Neha Pendse mother: ટેલિવિઝન અને મરાઠી સિનેમાની જાણીતી અભિનેત્રી નેહા પેન્ડસે હાલમાં તેના અંગત જીવન અને ફેમિલી પ્લાનિંગ વિશે કરેલા ખુલાસાઓને કારણે ચર્ચામાં છે. 'મે આઈ કમ ઈન મેડમ' ફેમ નેહાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેણે શા માટે 41 વર્ષની ઉંમરે પણ બાળક ન લાવવાનો નિર્ણય કર્યો છે.

વધતી જતી વસ્તી અને નબળી સિસ્ટમ જવાબદાર

नेहा पेंडसे

નેહાએ ખૂબ જ સ્પષ્ટતા સાથે જણાવ્યું કે તેના પર પરિવાર તરફથી બાળક માટે કોઈ દબાણ નથી. તેણે કહ્યું હું બાળક નથી ઈચ્છતી. દેશમાં વસ્તી પહેલેથી જ ખૂબ વધારે છે, તેમાં વધુ એક બાળક ઉમેરીને શું થશે? આપણા દેશની વેલ્યુ સિસ્ટમ અને મોંઘવારી ચિંતાજનક છે. હું જે દુનિયામાં રહું છું, ત્યાંના વાતાવરણથી હું પોતે ખુશ નથી, તો પછી નવા બાળકને આવી દુનિયામાં કેમ લાવવું?"

'બાળક ઉછરી નથી જતું, ઉછેરવું પડે છે'

नेहा पेंडसे

નેહાએ શિક્ષણના વધતા ખર્ચ અને આર્થિક જવાબદારીઓ પર પણ ભાર મૂક્યો હતો. તેણે જણાવ્યું કે આજકાલ શિક્ષણ એટલું મોંઘું થઈ ગયું છે કે તેની આર્થિક તૈયારી હોવી જરૂરી છે. નેહા માને છે કે બાળક આપોઆપ ઉછરી જતું નથી, પણ તેને યોગ્ય રીતે ઉછેરવું પડે છે. તે આ આર્થિક બોજ માત્ર તેના પતિ પર નાખવા માંગતી નથી. જ્યારે ફેમિલી પ્લાનિંગનો યોગ્ય સમય હતો, ત્યારે નેહા પોતાના કરિયરને ફરીથી સેટ કરી રહી હતી.

એગ્સ ફ્રીઝિંગનો પીડાદાયક અનુભવ

नेहा पेंडसे

રસપ્રદ વાત એ છે કે, નેહાએ ભવિષ્ય સુરક્ષિત રાખવા માટે એગ્સ ફ્રીઝ (Eggs Freeze) કરાવ્યા છે, પરંતુ તેનો અનુભવ ખૂબ જ ખરાબ રહ્યો હતો. નેહાના જણાવ્યા અનુસાર, એગ્સ ફ્રીઝ કરાવવાની પ્રક્રિયા અત્યંત પીડાદાયક અને ટોર્ચર જેવી હોય છે. આ પીડા માસિક ધર્મ (Periods) ના દુખાવા કરતા પણ અનેકગણી વધારે હોય છે. આ પ્રક્રિયામાં લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. એટલું જ નહીં, એગ્સને હોસ્પિટલમાં સુરક્ષિત રાખવા માટે દર વર્ષે મોટી ફી પણ ચૂકવવી પડે છે.

નેહા પેન્ડસેની સફર

नेहा पेंडसे

નેહાએ વર્ષ 2020માં શાર્દુલ સિંહ બ્યાસ સાથે લગ્ન કર્યા હતા. 2024માં તે 'મે આઈ કમ ઈન મેડમ? 2' માં જોવા મળી હતી અને હાલમાં તે નાના પડદાથી દૂર છે, પરંતુ ટૂંક સમયમાં ફરી કરિયર પર ધ્યાન આપવા માટે તૈયાર છે. નેહાનો આ બોલ્ડ અને પ્રેક્ટિકલ નિર્ણય સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મેળવી રહ્યો છે. કેટલાક લોકો તેની સ્પષ્ટવક્તાના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક પરંપરાગત વિચારોને લઈને અલગ મત ધરાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now