Home Entertainment Neeraj Chopra Wedding With Tennis Player Himani Mor

ચુપચાપ કોઈ મોટા તામજામ વગર કર્યા નીરજ ચોપરાએ લગ્ન : કોણ છે નીરજ કી દુલ્હનિયા?

ચુપચાપ કોઈ મોટા તામજામ વગર કર્યા નીરજ ચોપરાએ લગ્ન
Published by: OBS Bureau
Last Updated: Jan 21, 2025, 07:03 AM IST

લગ્ની સીઝન આવી ગઈ છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ એક કપલે સૌ કોઈનું ધ્યાન ખેચ્યું છે. સ્ટાર એથ્લેટ નીરજ ચોપરા. જેવલિન થ્રોમાં ભારત માટે બે વખત ઓલિમ્પિક મેડલ વિજેતાના લગ્ન, ટેનિસ ખેલાડી હિમાની મોર સાથે 19 જાન્યુઆરીએ ખાનગી રીતથી કરવામાં આવ્યા. કોઈ પણ મોટા આયોજન વગર બંનેએ પરિવારજનોની હાજરીમાં સાત ફેરા લીધા.



નીરજે જ્યારથી તેમની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેયર કરી છે ત્યારથી ચર્ચાએ ખુબ જોર પકડ્યું છે. કારણ કે અગાઉ એવી પણ અફવા ઉડી હતી નીરજ અને મનુ ભાકર વચ્ચે કંઈ થઈ શકે છે. પરંતુ બંને તરફથી આ વાતને નકારવામાં આવી હતી. અને અચાનક જ નીરજના લગ્નના ફોટોઝ જોઈને ફરીવાર ચોકલેટ બોય ચર્ચામાં આવ્યો છે.


નીરજ અને હિમાનીના વેડિંગ આઉટફિટ્સ કલર કો-ઓર્ડિનેટેડ છે. બંનેએ તેમના વેડિંગ માટે પેસ્ટલ પિંક કલર પસંદ કર્યો હતો. જ્યારે દુલ્હન ભારે ભરતકામ વાળા લહેંગમાં ખુબ જ સુંદર દેખાતી હતી, ત્યારે વરરાજા નીરજ પણ ઓછો નહોતો દેખાતો તેમણે મેચિંગ શાલ અને સફેદ પાયજામા સાથે ગુલાબી શેરવાની પહેરી હતી. જેમાં બંનેની સ્ટાઈલ એકબીજાને સારી રીતે મેચ કરતી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now