Home Entertainment Nana Patekar Slap Madhoo Shah Yeshwant Movie Incident

શૂટિંગમાં નાના પાટેકરે મધુને મારી દીધો અસલી લાફો : સેટ પર બની આ ચોંકાવનારી ઘટના

During the shooting of the Yashwant film, Nana Patekar slapped Madhoo
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 06, 2026, 03:30 AM IST

૧૯૯૭ની પ્રખ્યાત ફિલ્મ 'યશવંત'ના એક સીન દરમિયાન ડાયલોગ અને એક્ટિંગને રિયલ લુક આપવા માટે બની હતી આ ઘટના

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકર હંમેશા પોતાની શાનદાર અને યુનિક એક્ટિંગ સ્ટાઈલ માટે જાણીતા છે. તેઓ ઘણીવાર ફિલ્મી સીનને જીવંત બનાવવા માટે મેથડ એક્ટિંગનો સહારો લે છે. વર્ષ 1997માં રિલીઝ થયેલી તેમની સુપરહિટ ફિલ્મ 'યશવંત' (Yeshwant)ના શૂટિંગ દરમિયાનનો એક આવો જ ચોંકાવનારો કિસ્સો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. ફિલ્મમાં તેમની પત્નીનું પાત્ર ભજવનારી અભિનેત્રી મધુ શાહે (Madhoo Shah) તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે શૂટિંગ દરમિયાન નાના પાટેકરે તેમને ખરેખર જોરદાર લાફો મારી દીધો હતો.

ગ્લિસરીન વગર રિયલ ઇમોશન લાવવા માગતા હતા નાના પાટેકર

અભિનેત્રી મધુએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તે સમયે તે 'સ્વિચ-ઓન, સ્વિચ-ઓફ' એક્ટ્રેસ હતી, એટલે કે કેમેરા સામે આવતા જ એક્ટિંગ કરવી અને કેમેરા બંધ થતાં જ મજાક-મસ્તી કરવી. પરંતુ આ ફિલ્મ દરમિયાન નાના પાટેકરે તેમને મેથડ એક્ટિંગ શીખવી હતી.

ફિલ્મમાં પતિ-પત્ની વચ્ચેનો એક ખૂબ જ મહત્વનો અને ભાવનાત્મક સીન શૂટ કરવાનો હતો. ડાયરેક્ટર અનિલ મટ્ટુએ આ આખા સીન માટે ૧ આખો દિવસ ફાળવ્યો હતો. જ્યારે મધુ આંખમાં ગ્લિસરીન નાખીને સીન આપવા માટે તૈયાર થઈ, ત્યારે નાના પાટેકરે ના પાડી દીધી. તેમણે કહ્યું, "કોઈ ગ્લિસરીન નહીં વાપરવાનું, પાત્રની લાગણીઓને અનુભવ કરો, આંસુ આપોઆપ આવવા જોઈએ."

આ પણ વાંચો: શું 'Bandar' ખરેખર માસ્ટરપીસ છે? | બોબી દેઓલનો પાવરફુલ અભિનય, પણ દર્શકોમાં બે મત! જાણો ફિલ્મ કેમ છે આટલી ચર્ચામાં | Offbeat Stories

રિહર્સલ વગર મારી દીધી લાફો, મધુએ પણ સામે ફટકારી દીધો તમાચો

મધુએ આગળ જણાવ્યું કે તે સીન દરમિયાન તે ઘણી કોશિશ કરવા છતાં કુદરતી રીતે રડી શકતી નહોતી. સીનને વધુ રિયલ બનાવવા માટે નાના પાટેકરે અચાનક શૂટિંગના 'ટેક' દરમિયાન મધુને અસલી લાફો મારી દીધો. આ અંગે રિહર્સલમાં કોઈ ચર્ચા થઈ નહોતી, તેથી મધુ સંપૂર્ણપણે ચોંકી ગઈ હતી.

લાફો વાગતાં જ મધુ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ હતી. તેણે પોતાના રિફ્લેક્સ (તાત્કાલિક પ્રતિક્રિયા)ના કારણે બિલકુલ વિચાર્યા વગર સામે નાના પાટેકરને પણ એક અસલી લાફો મારી દીધો. બંને કલાકારોએ એકબીજા પર રિયલ પ્રહાર કર્યો હોવાથી તે માસ્ટર શોટમાં જે લાગણીઓ અને ગુસ્સો બહાર આવ્યા, તે ૧૦૦% અસલી હતા.

સીન એટલો શાનદાર બન્યો કે શૂટિંગ વહેલું પૂરું થઈ ગયું

આ અણધારી ઘટના બાદ સેટ પર સન્નાટો છવાઈ ગયો હશે, પરંતુ કેમેરામાં કેદ થયેલા ઇમોશન્સ એટલા પરફેક્ટ અને પાવરફુલ હતા કે ડિરેક્ટરે તે સીનને ઓકે કરી દીધો હતો. મધુએ જણાવ્યું કે આ સીન અદ્ભુત રીતે શૂટ થઈ જતાં જે કામ આખો દિવસ ચાલવાનું હતું તે ખૂબ જ વહેલું પૂરું થઈ ગયું હતું. આ ઘટના બાદ જ મધુને સમજાયું કે એક્ટિંગ માત્ર કરવાની નથી હોતી, પણ પાત્રને જીવવાનું હોય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now