Home Entertainment Must Watch 4 Web Series Based On Real Life Stories

Must Watch Real Life Story Web Series : OTT પર ધૂમ મચાવી રહી છે સત્ય ઘટનાઓ પર આધારિત આ 4 વેબ સીરીઝ, જોતા જ રૂંવાડા ઉભા થઈ જશે!

Must Watch Real Life Story Web Series
Published by: OBS Bureau
Last Updated: Mar 08, 2026, 06:32 AM IST

Real Life Story Web Series: લોકોને વાસ્તવિક ઘટનાઓ પર આધારિત ફિલ્મો અને વેબ સીરીઝ જોવી હંમેશા ગમતી હોય છે. જ્યારે કોઈ ઘટના પડદા પર તેની તમામ બારીકીઓ સાથે રજૂ કરવામાં આવે, ત્યારે તે દર્શકોના દિલને સ્પર્શી જાય છે. જો તમે પણ આ વીકેન્ડ પર કંઈક રોમાંચક અને હચમચાવી દે તેવું જોવા માંગો છો, તો અમે તમારા માટે લાવ્યા છીએ OTT પર ઉપલબ્ધ 4 શ્રેષ્ઠ વેબ સીરીઝનું લિસ્ટ.

1. IC 814: ધ કંધાર હાઈજેક (Netflix):

વર્ષ 1999માં ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ IC 814 ના હાઈજેકની ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો હતો. કાઠમંડુથી દિલ્હી જતી આ ફ્લાઈટને આતંકીઓ હાઈજેક કરીને અફઘાનિસ્તાનના કંધાર લઈ ગયા હતા. મુસાફરોની જિંદગી અને આતંકીઓની માંગ વચ્ચેના એ તણાવપૂર્ણ દિવસોને આ સીરીઝમાં ખૂબ જ સચોટ રીતે દર્શાવવામાં આવ્યા છે.

2. કાફિર (ZEE5):

જો તમને 'બજરંગી ભાઈજાન' જેવી ફિલ્મો ગમતી હોય, તો 8 IMDB રેટિંગ ધરાવતી આ સીરીઝ તમારે ચોક્કસ જોવી જોઈએ. આ વાર્તા એક પાકિસ્તાની મહિલાની છે, જે આતંકવાદી હોવાની શંકા હેઠળ ભારતીય જેલમાં કેદ છે. જેલમાં જ તે એક બાળકીને જન્મ આપે છે. માનવતા અને સંબંધોની આ અત્યંત સંવેદનશીલ સફર તમને રડાવી દેશે.

3. જીત કી ઝીદ (ZEE5):

સંઘર્ષ અને હિંમતની અદભૂત મિશાલ એટલે 'જીત કી ઝીદ'. આ સીરીઝ કારગિલ યુદ્ધના હીરો મેજર દીપેન્દ્ર સિંહ સેંગરના જીવન પર આધારિત છે. યુદ્ધમાં ગંભીર ઈજાને કારણે તેમનો નીચેનો ભાગ લકવાગ્રસ્ત થઈ જાય છે, પરંતુ મેજર હાર માનતા નથી. 8.2 રેટિંગ ધરાવતી આ સીરીઝ મેજર અને તેમની પત્નીના અતૂટ સંઘર્ષની ગાથા છે.

4. ધ રેલવે મેન (Netflix):

1984ની ભોપાલ ગેસ દુર્ઘટના ભારતની સૌથી મોટી ઔદ્યોગિક હોનારત હતી. 'ધ રેલવે મેન' એ અનામી હીરોની વાર્તા છે—તે રેલવે કર્મચારીઓ જેમણે હજારો લોકોના જીવ બચાવવા માટે પોતાની જાનની બાજી લગાવી દીધી હતી. આ સીરીઝ જોતી વખતે તમે એ ભયાનક રાતનો અનુભવ કરી શકશો જેમાં ઝેરી ગેસે હજારો પરિવારોને વેરવિખેર કરી દીધા હતા. આ બધી જ વેબ સીરીઝ સત્ય ઘટનાઓ પર આધારિત હોવાથી તે જોતી વખતે તમે તે સમયની પીડા જીવંત અનુભવી શકશો જેથી તેની તકેદારી રાખવી.

(Disclamer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. Offbeat Stories તેની પુષ્ટી કરતું નથી.)

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now