Home Sports Mumbai Indians Bring In Vaishnavi Sharma As A Replacement For Gunalan Kamalini Due To Injury

Gunalan Kamalini ઈજાને કારણે WPL 2026 માંથી થઈ બહાર! : મુંબઈ ઈન્ડિયન્સે રિપ્લેસમેન્ટમાં Vaishnavi Sharma ને ટીમમાં કરી સામેલ

Gunalan Kamalini ઈજાને કારણે WPL 2026 માંથી થઈ બહાર!
Published by: OBS Bureau
Last Updated: Jan 20, 2026, 12:23 PM IST

Gunalan Kamalini ruled out of WPL 2026 due to injury: ભારતીય સ્પિનર ​​વૈષ્ણવી શર્મા મહિલા પ્રીમિયર લીગની ઓક્શનમાં ખરીદદાર ન મળતાં નિરાશ થઈ ગઈ હતી. શ્રીલંકા સામેની 5 મેચની T20 સિરીઝ માટે તેને ભારતીય મહિલા ટીમમાં સામેલ કરવામાં આવી હતી અને તે સિરીઝમાં સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતી. ત્યારપછી તેને WPL માં કોઈપણ ટીમ માટે વિચારણા ન થવા બદલ નિરાશા વ્યક્ત કરી હતી. પરંતુ હવે, વાર્તામાં એક વળાંક આવ્યો છે. મહિલા પ્રીમિયર લીગની મધ્યમાં, વૈષ્ણવી શર્મા મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાઈ ગઈ છે, મુંબઈ ઇન્ડિયન્સે વૈષ્ણવી શર્માને ₹30 લાખમાં ખરીદી છે.

વૈષ્ણવી શર્મા પણ શેફાલી વર્માની જેમ લકી ચાર્મ સાબિત થશે?

મહિલા વર્લ્ડ કપ દરમિયાન વૈષ્ણવી શર્માએ શેફાલી વર્મા જેવી જ હાલતનો સામનો કરવો પડ્યો છે. શેફાલી વર્માને વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પણ સામેલ કરવામાં આવી ન હતી, પરંતુ સેમિફાઇનલ પહેલા પ્રતિકા રાવલની ઇજાને કારણે તેને સીધી ટીમમાં બોલાવવામાં આવી. શેફાલી વર્માએ આ તકનો લાભ ઉઠાવ્યો અને ભારતની પ્રથમ મહિલા વર્લ્ડ કપ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી. વૈષ્ણવી શર્મા પણ મુંબઈ ઇન્ડિયન્સ માટે લકી ચાર્મ સાબિત થશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.

G Kamalini નું પર્ફોમન્સ WPL 2026 ની મેચોમાં

ભારતીય સ્પિનર ​​વૈષ્ણવી શર્માને મંગળવારે મહિલા પ્રીમિયર લીગ (WPL) ની બાકીની મેચો માટે ઇજાગ્રસ્ત વિકેટકીપર-બેટ્સમેન G Kamalini ના સ્થાને મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. 17 વર્ષીય G Kamalini એ આ સીઝનની WPL માં પાંચમાંથી ચાર મેચમાં ઇનિંગ્સની શરૂઆત કરી હતી, જેમાં 97.40 ના સ્ટ્રાઇક રેટથી ફક્ત 75 રન બનાવ્યા હતા.

વૈષ્ણવી શર્માનું પર્ફોમન્સ

"વૈષ્ણવી શર્મા ₹30 લાખમાં મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાશે," WPL એ એક રિલીઝમાં જણાવ્યું હતું. વૈષ્ણવી શર્મા 2025 માં ભારતની અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમની સભ્ય હતી. તેને ગયા મહિને શ્રીલંકા સામેની પાંચ મેચની સિરીઝમાં T20I ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો, જેમાં ભારતે 5-0 થી જીત મેળવી હતી. 20 વર્ષીય ખેલાડીએ તેની ડાબા હાથની સ્પિન બોલિંગથી પાંચ વિકેટ ઝડપીને સારો પ્રભાવ પાડ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now