Home Education/Career Mptransco Recruitment 2025 Apply For 633 Posts Of Ae Je And Line Attendant From July 4

નોકરી શોધતા યુવાનો માટે સુવર્ણ તક! : 600થી વધુ જગ્યાઓ પર ભરતી, ઓનલાઈન અરજી કરી શકાશે

નોકરી શોધતા યુવાનો માટે સુવર્ણ તક!
Published by: OBS Bureau
Last Updated: Jun 29, 2025, 07:57 AM IST

મધ્યપ્રદેશમાં સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે એક મોટી તક આવી છે. મધ્યપ્રદેશ પાવર ટ્રાન્સમિશન કંપની લિમિટેડ (MPTRANSCO)એ આસિસ્ટન્ટ એન્જિનિયર, લો ઓફિસર, જુનિયર એન્જિનિયર અને લાઇન એટેન્ડન્ટ સહિત કુલ 633 જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતીમાં ટેકનિકલ, લો અને ટેકનિશિયનની છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 4 જુલાઈ 2025થી શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 4 ઓગસ્ટ 2025 છે. રસ ધરાવતા ઉમેદવારો mptransco.in વેબ સાઈટની પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓમાંથી મહત્તમ ભરતી આસિસ્ટન્ટ એન્જિનિયર અને લાઇન એટેન્ડન્ટની હશે. ઉપરાંત કાયદા અધિકારી અને જુનિયર એન્જિનિયર માટે પણ ખાલી જગ્યાઓ ભરાશે. સમગ્ર ભરતી પ્રક્રિયા કમ્પ્યુટર આધારિત પરીક્ષા દ્વારા થશે.
પગાર - ધોરણ કેટલો?
શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો, ઉમેદવારો પાસે માન્ય સંસ્થામાંથી BE, BTech, ડિપ્લોમા અથવા સંબંધિત ક્ષેત્રમાં લાયકાત હોવી જોઈએ. કેટલીક જગ્યાઓ માટે અનુભવ પણ જરૂરી છે. પોસ્ટ અનુસાર પગાર ધોરણ અલગ રીતે નક્કી કરવામાં આવ્યો છે, જે લગભગ 19,500 રૂપિયાથી શરૂ થઈને 1,77,500 રૂપિયા પ્રતિ મહિનો, સુધીનો છે. અરજી ફી પણ શ્રેણી અનુસાર નક્કી કરવામાં આવી છે. સામાન્ય શ્રેણીના ઉમેદવારોએ 1200 રૂપિયા ચૂકવવાના રહેશે, જ્યારે મધ્યપ્રદેશના વતની SC, ST, OBC, EWS અને દિવ્યાંગ શ્રેણીના ઉમેદવારોએ અરજી ફી તરીકે 600 રૂપિયા ચૂકવવાના રહેશે.
પસંદગી પ્રક્રિયા સંપૂર્ણપણે કોમ્પ્યુટર આધારિત રહેશે
વય મર્યાદા વિશે વાત કરીએ તો મોટાભાગની પોસ્ટ્સ માટે લઘુત્તમ ઉંમર 21 વર્ષ છે અને લાઇન એટેન્ડન્ટ જેવી કેટલીક પોસ્ટ્સ માટે 18 વર્ષ છે. સામાન્ય પુરુષો માટે મહત્તમ ઉંમર 40 વર્ષ છે, જ્યારે મહિલાઓ અને અનામત શ્રેણીઓ માટે આ મર્યાદા 45 વર્ષ સુધી છે. પસંદગી પ્રક્રિયા સંપૂર્ણપણે કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) દ્વાર લેવાશે. પરીક્ષામાં 100 બહુવિધ પસંદગીના પ્રશ્નો પૂછવામાં આવશે, જે કુલ 100 ગુણના હશે. જો બે ઉમેદવારોને સમાન ગુણ મળે, તો પસંદગી દસમા ગુણપત્રકના આધારે કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now