Home Gujarat Mp Parimal Nathwani Launches Video Song Documentary Dedicated To Jai Veeru

ગીરના સિંહ જોડી જય-વીરૂને 'સાચી શ્રદ્ધાંજલિ' : ‘જય-વીરુ'ને સમર્પિત વીડિયો ગીત, ડોક્યુમેન્ટરીનું સાંસદ પરિમલ નથવાણીએ લોકાર્પણ કર્યું

ગીરના સિંહ જોડી જય-વીરૂને 'સાચી શ્રદ્ધાંજલિ'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 08, 2025, 10:55 AM IST

ગીરની દંતકથા સમાન સિંહ જોડી જય અને વીરુનું તાજેતરમાં અવસાન થયું હતું. ત્યારે ગીરના દુર્લભ અને પ્રખ્યાત સિંહ જય અને વીરુની જોડીને સમર્પિત હ્રદયસ્પર્શી લોક શૈલીમાં રચાયેલું એક ભાવપૂર્ણ વીડિયો-ગીત “જય-વીરુની જોડી” તેમજ એક ડોક્યુમેન્ટરી “જય-વીરુની અમર ગાથા” નું રાજ્યસભા સાંસદ અને જાણીતા સિંહપ્રેમી પરિમલ નથવાણીએ લોકાર્પણ કર્યું.

આદિત્ય ગઢવીએ ગીત અને સ્વર આપ્યો

પરંપરાગત સંગીત અને લોકવાદ્યોની છાયામાં તૈયાર થયેલું આ ગીત ગીરના રાજા સમાન બનેલા જય-વીરુના અતૂટ બંધન, અખૂટ શક્તિ અને અણમોલ બંધુત્વને શ્રદ્ધાંજલિ રૂપ છે. ગીતમાં જય અને વીરુનો પારસ્પરિક પ્રેમ તથા તેમની જોડીને બિરદાવનારાઓની હૃદયની લાગણીઓ પ્રતિબિંબિત થાય છે. જાણીતા ગાયક આદિત્ય ગઢવીએ આ ગીત અને ડોક્યુમેન્ટરીને સ્વર આપ્યો છે.


લેખક અને ગીતકાર પાર્થ તારપરા

ગીત અને ડોક્યુમેન્ટરીનું આલેખન જાણીતા સ્ક્રીનપ્લે લેખક અને ગીતકાર પાર્થ તારપરાએ કર્યું છે. સંગીત ભાર્ગવ અને કેદારની પ્રતિભાસભર જોડીએ તૈયાર કર્યું છે. આ જ ટીમે “ગીર ગજવતી આવી સિંહણ” નામનું લોકપ્રિય ગીત પણ બનાવ્યું હતું, જે ગયા વર્ષે 10મી ઓગસ્ટ 2024ના રોજ વર્લ્ડ લાયન ડેના દિવસે રિલીઝ થયું હતું.

ગુજરાતની લોક-સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકકલાવંતો દ્વારા સર્જાયેલું “જય-વીરુ ની જોડી” એ માત્ર એક ગીત નથી, પણ ગીરના આ બે વિખ્યાત સિંહોની વિરાસતને ઉજાગર કરતી એક ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પણ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now