Home Gujarat Mp Mansukh Vasava Expressed His Anger Over The Beating Of A Trader In Umalla

''સુધરી જાય તો સારૂ છે પ્રકાશ દેસાઈ અને એની ટીમ'' : ઉમલ્લાના વેપારીને ઢોર માર મારવા મામલે સાંસદ મનસુખ વસાવાએ રોષ ઠાલવ્યો

''સુધરી જાય તો સારૂ છે પ્રકાશ દેસાઈ અને એની ટીમ''
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 13, 2025, 04:24 PM IST

નર્મદામાં ઉમલ્લાના વેપારી પર ભાજપના આગેવાન દ્વારા હુમલાનો મામલો ગરમાયો છે. ભાજપના ધારાસભ્ય રિતેશ વસાવા કેસને દબાવવાની કોશિશ કરતા હોવાનો સાંસદે જણાવ્યું છે. સાંસદ મનસુખ વસાવાએ વેપારીને ન્યાય માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો, જે બાદ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ હોવાનો પણ ખુલાસો કર્યો છે.


'પ્રકાશ દેસાઈ તે વેપારીને સમાધાન કરવા દબાણ કરતા હતા''

અત્રે જણાવીએ કે, ''સાંસદ મનસુખના પત્રને બાદ વેપારીને મારમારનારની ધરપકડ કરવામાં આવી છે. ઉમલ્લામાં ઈલેક્ટ્રીક વેપારી પર ભાજપ અગ્રણી પ્રકાશ દેસાઈના ડ્રાઈવરે હુમલો કર્યો હતો. જે સમગ્ર મામલે મનુસુખ વસાવાએ કહ્યું કે, 'ફ્રિજ મામલે બોલાચાલી થઈ હતી ત્યારબાદ તેણે વેપારીને ધમકી પણ આપી, જો કે, વેપારીએ ફ્રિજ બદલી આપવાની પણ વાત કરી છતા તેણે દાદાગીર કરી હતી, વેપારીને લાકડીના સપાટા માર્યા જે વીડિયોમાં પણ દેખાય છે, આટલી ઘટના ઘટ્યા પછી પણ પ્રકાશ દેસાઈ તે વેપારીને સમાધાન કરવા માટે દબાણ કરે છે કે, તુ સમાધાન કરી લે''.


''પીઆઈને ફોન કર્યો પરંતુ ગોળગોળ જવાબ આપ્યો''

મનસુખ વસાવાએ કહ્યું કે, ''સમગ્ર મામલે તમામ વેપારીઓ ભેગા થયા અને કહ્યું કે, આજે તમારો વારો છે બાદમાં તેમણે પોલીસ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયા પરંતુ ફરિયાદ લેવાઈ નહીં, ત્યારબાગ આ તમામ વેપારીએ ભેગા થઈ મને કોલ કરી સમગ્ર વાત જણાવી ત્યારે મેં પીઆઈને ફોન કર્યો પરંતુ તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો ત્યારબાદ મેં મુખ્યમંત્રીને પત્ર લખતા સાથે ફરિયાદ લેવામાં આવી''.


''જનતા કા રાજ'નો ત્રાસ!''

મનસુખ વસાવાએ કહ્યું કે, ''ભાજપ સાથે જાડાયેલા એવા ડ્રાઈવરો કૃત્યુ કરે તે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામા ન આવે, જે પ્રકાશભાઈ દેસાઈ તથા રિતેશભાઈ વસાવા જે BTPમાં હતાં, ત્યારે પણ તે આ જ પ્રકારનું કાર્ય કરતા હતા, લોકોને ડરાવવાનું. આજે ભાજપની સરકાર છે અનેક સંગઠનો છે જેમાં કોઈ પણ યુવા વર્ગને જોડવું જોઈએ પરંતુ સ્વતંત્ર રીતે 'જનતા કા રાજ' નામનું સંગઠન બનાવ્યું છે જેમાં 150થી વધુ બાઈકવાળા બધા છોકરા છે, જે લોકોને કોઈને ડરાવવાનું હોય કે, ધમકાવવાનો તો 81 નંબરનો કોડ રાખવામાં આવ્યો છે, જે લોકોને મેસેજ કરી દેવામાં આવે ત્યારે તરત જ પહોંચી જાય છે''.


''સુધરી જાય તો સારૂ છે પ્રકાશ દેસાઈ અને એની ટીમ''

વધુમાં કહ્યું કે, ''એમના સંસ્કારો જતા નથી, ઉમલ્લાનામાં બે દિવસ વેપારી ઉદ્યોગ બંધ રહ્યાં ત્યારે આજે હું વેપારીઓ માટે તેમજ જનતા માટે ખુલ્લો બોલું છું, મને લાગે છે કે, સુધરી જાય તો સારૂ છે પ્રકાશ દેસાઈ અને એની ટીમ, જે 81 - જનતા કી રાજ છે. ધારાસભ્યએ પણ ખોટા લોકોને સપોર્ટ ન કરવો જોઈએ, હું માનું છું કે, કુતરાની પૂછડી ગમે તેટલી જમીનમાં દાટો પરંતુ તે વાંકીની વાંકી જ રહે, તેઓ ભાજપની વિચાર ધારામાં આવી જાય તો તેમનું પણ ભલું છે અને આ વિસ્તારની જનતાનું પણ ભલુ થાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now