logo-img
Mother In Law Pushes Wife Who Went To Take Clothes To Dry In Ahmedabad

અમદાવાદમાં સાસરિયાનો ત્રાસ! : સૂકવેલા કપડા અગાસીમાં લેવા ગયેલી પરિણીતાને સાસુએ માર્યો ધક્કો. ગંભીર ઈજાગ્રસ્ત

અમદાવાદમાં સાસરિયાનો ત્રાસ!
Published by: Offbeat Team
| Last Updated: Feb 17, 2026, 02:15 PM IST

અમદાવાદમાં સાશરીયાઓની અમાનવીય હરકતનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ફતેહવાડી વિસ્તારમાં રહેતી 21 વર્ષીય પરિણીતાને સાસુએ ધક્કો મારતાં તે અગાસી પરથી નીચે પટકાઈ ગઈ હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. હાલ પીડિતા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પહેલા સાસુ અને જેઠે ઉગ્ર બોલાચાલી કરી...

માહિતી મુજબ પીડિતા પોતાના સાસરીયાઓ સાથે ફતેહવાડી વિસ્તારમાં રહે છે. ગત રાત્રે પિયરમાંથી કેટલાક મહેમાનો મોડી રાત્રે ઘરે આવ્યા હતા, જેને લઈને સાસુ અને જેઠે ઉગ્ર બોલાચાલી કરી હતી. પીડિતાના જણાવ્યા અનુસાર, 'તારા પરિવારને કહેજે કે રાત્રે અમારે ઘરે આવવું નહીં' કહી ધાકધમકી આપવામાં આવી હતી.

અગાસીમાં સાસુએ માર્યો ધક્કો!

આ ઘટના બાદ જ્યારે પીડિતા અગાસીમાં સૂકવેલા કપડા લેવા ગઈ હતી ત્યારે પાછળથી ધક્કો મારવામાં આવ્યો હોવાનું તેણે જણાવ્યું છે. ધક્કો લાગતા જ તે સીધી નીચે પટકાઈ હતી. ઘટનામાં તેને બન્ને પગે ગંભીર ઈજાઓ પહોંચી છે. તાત્કાલિક તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તે હાલ સારવાર હેઠળ છે.

સાસુ અને જેઠ ફરાર

આ બનાવ બાદ આરોપી સાસુ અને જેઠ ફરાર હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો દાખલ કરી ફરાર સાશરીયાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ ફરી એકવાર ઘરેલુ હિંસાના પ્રશ્નને ઉછાળો આપ્યો છે. હાલ પોલીસ તપાસ આગળ વધી રહી છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now