logo-img
Mother And Daughter Fall From The Roof Of Rudra Palace In Surat

સુરતમાં રુદ્ર પેલેસમાં માતા-પુત્રી છત પરથી નીચે પટકાયા : દીકરીને બચાવતા માતાનું મોત, પુત્રી સારવાર હેઠળ

સુરતમાં રુદ્ર પેલેસમાં માતા-પુત્રી છત પરથી નીચે પટકાયા
Published by: Offbeat Team
| Last Updated: Feb 21, 2026, 12:39 PM IST

સુરતના લિંબાયત વિસ્તારમાંથી હચમચાવી દેતી ઘટના સામે આવી છે. રુદ્ર પેલેસ નામના નિવાસી મકાનમાં બનેલી આ કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવાર માટે ખુશીના પળો અચાનક જ દુર્ઘટનામાં ફેરવાઈ જતા સ્થાનિક લોકો પણ વ્યથિત બન્યા છે.

લિંબાયતના રુદ્ર પેલેસમાં માતા-પુત્રી છત પરથી નીચે પટકાયા

માહિતીલિંબાયતના રુદ્ર પેલેસમાં મુજબ, માતા અને પુત્રી નવ નિર્મિત મકાન જોવા માટે પહેલા માળે ગયા હતા. મકાનનું નિરીક્ષણ કરતી વખતે પુત્રી ઉપરની તરફ જોઈ રહી હતી ત્યારે અચાનક તેનું સંતુલન બગડ્યું અને તે પહેલા માળેથી નીચે પટકાઈ ગઈ. આંખ સામે દીકરીને નીચે પડતી જોતા જ માતાએ તરત જ તેને બચાવવા હાથ લંબાવ્યો, પરંતુ દુર્ભાગ્યવશ તેઓ પોતે પણ સંતુલન ગુમાવી નીચે પટકાઈ ગયા. સમગ્ર ઘટના એટલી અચાનક બની કે આસપાસ હાજર લોકો સમજી પણ ન શક્યા કે શું બન્યું.

સારવાર દરમિયાન કરુણ મોત

બંનેને તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પુત્રીની સારવાર હાલ ચાલી રહી છે, જ્યારે માતાનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે. આ સમાચાર મળતા જ પરિવારજનોમાં આક્રંદ મચી ગયો હતો અને વિસ્તારમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેવી રીતે એક સામાન્ય મુલાકાત દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ. ઘટના બાદ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ અકસ્માત હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ કરુણ બનાવે ફરી એકવાર ઇમારતોમાં સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત અને સાવચેતીના પગલાં અંગે પ્રશ્નો ઊભા કર્યા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now