Home Entertainment Most Awaited Film Sky Force Trailer Release

SKY FORCE TRAILER OUT : દમદાર એકશન સાથે વાપસી કરવા તૈયાર અક્ષયકુમાર

SKY FORCE TRAILER OUT
Published by: OBS Bureau
Last Updated: Jan 05, 2025, 06:17 PM IST

વર્ષ 2025ની દમદાર શરૂઆત અક્ષયના નામે


એકશનથી ભરપૂર સ્કાયફોર્સનું ટ્રેલર

વર્ષ 2025ની પહેલી મોટી ફિલ્મ સ્કાયફોર્સનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ ફિલ્મથી ફરી એકવાર અક્ષયકુમારનો જબરદસ્ત એકશન અવતાર જોવા મળી રહ્યો છે. સ્કાયફોર્સ ફિલ્મથી અક્ષયકુમાર મોટી સફળતાના ઉમ્મીદ લગાવી રહ્યા છે કારણકે વર્ષ 2024માં તેમની ફિલ્મ સરફિરા અને ખેલ ખેલ મેં કઈ ખાસ ઉકાળી શકી નથી.  આ ફિલ્મમાં અક્ષયની સાથે વીર પહાડિયાનો પણ દમદાર અંદાજ જોવા મળી રહ્યો છે.  આ ફિલ્મથી તેઓ અભિનેતા તરીકે પોતાની કારકિર્દી શરૂ કરવા જઈ રહ્યા છે.


કેવું છે ફિલ્મનું ટ્રેલર?

ટ્રેલરની શરૂઆત રેડિયો પર એક જાહેરાતથી થાય છે, જેમાં પાકિસ્તાન હિન્દુસ્તાનને યુદ્ધ માટે પડકારી રહ્યુ હોય તેવું દર્શાવવામાં આવે છે.  તે બાદ જબરદસ્ત એકશન વચ્ચે અક્ષયકુમારની એન્ટ્રી થાય છે. અહીં ડાયલોગ આવે છે કે પડોશીઓને બતાવવું પડશે કે અમે ઘરમાં ઘૂસીને પણ મારી શકીએ છીએ. પરંતુ અહીં મિશન સરળ નથી કારણકે ભારત શાંતિમાં માનનારો દેશ છે. તે બાદ વીર પહાડિયાની એન્ટ્રી થાય છે. આ ટ્રેલરમાં એરિયલ શોટ્સ દર્શકોને જકડી રાખે છે. ટ્રેલર જોઈને તમને અંદાજો આવી જાય કે ફિલ્મમાં પાકિસ્તાન સાથેના બદલાની કહાની છે.  ફિલ્મમાં જાંબાઝ ઓફિસરના ગાયબ થવાનો પ્લોટ પણ દર્શાવવામાં આવશે. ટ્રેલર દરમિયાન જ્યારે એ મેરે વતન કે લોગ ગીત વાગે છે, ત્યારે તેને જોનારાના રૂવાંડા ઉભા થઈ જાય છે



સારા અલી ખાનની મહત્વની ભૂમિકા

આ ટ્રેલરમાં સારા અલી ખાનને વીર પહાડિયાની પત્નીનો કિરદાર નિભાવતી દર્શાવવામાં આવી છે.  ફિલ્મ રિલીઝ બાદ ખબર પડશે કે ગાયબ ઓફિસર મળે છે કે નહીં, ટ્રેલરમાં અક્ષયકુમારને ગાયબ અધિકારીને શોધતો દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં નિમરત કૌર પણ જોવા મળશે.

 

ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

ડિરેકટર સંદીપ કેવલાની અને અભિષેક અનિલ કપૂરની દેશભક્તિ પર આધારિત આ ફિલ્મને લઈ દર્શકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  આ ફિલ્મ 24 જાન્યુઆરી, 2025એ રિલીઝ થવાની છે.  ફિલ્મમાં ભારતના સૌથી પહેલા ઘાતક હવાઈ હુમલાની કહાની બતાવાશે.  વર્ષ 1965માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના સરગોઘા એરબેસ પર હુમલો થયો હતો, જેને ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. સ્કાય ફોર્સને દિનેશ વિજાન, અમર કૌશિક અને જ્યોતિ દેશપાંડેએ જીઓ સ્ટુડિયોના નેજા હેઠળ પ્રોડ્યુસ કરી છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now