Home Gujarat Morbi Triple Accident Two Vehicles Caught Fire

મોરબીમાં ટ્રિપલ અકસ્માત : બે વાહનમાં લાગી આગ, 4 જીવતા ભૂંજાયા

મોરબીમાં ટ્રિપલ અકસ્માત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 08, 2025, 06:43 AM IST

મોરબીના માળિયા-સૂરજબારી પુલ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. જે ટ્રિપલ અકસ્માતમાં કન્ટેનર-ટેન્કર અને કાર વચ્ચે સર્જાયો હતો. તહેવારોમાં વતન જઈ રહેલાં 2 વિદ્યાર્થી સહિત 4 લોકો જીવતા ભૂંજાયા છે.


4 લોકો જીવતા ભૂંજાયા

પાપ્ત વિગતો મુજબ એક કન્ટેનર પલટી મારી જતાં પાછળ આવતી આર્ટિગા કાર સાથે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં કારમાં આગ લાગી હતી, જેમાં બે વિદ્યાર્થી અને ટ્રકમાં સવાર બે લોકોના કરુણ મોત થયાં છે.

મૃતકોનાં નામ

રુદ્ર ગોપાલભાઈ ગુજરિયા, ઉંમર 15 વર્ષ, ગાંધીધામ, કચ્છ

જૈમીન જગદીશભાઈ બાબરિયા, ઉંમર 17 વર્ષ, ગાંધીધામ, કચ્છ.

શિવરામ મંગલરામ નાઈ, બિકાનેર, રાજસ્થાન

એક મૃતકની ઓળખ થઈ નથી

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now