Home Gujarat Morbi Posco Case House Owner Arrested Gujarat

મોરબીમાં માનવતા શરમાઈ! : એક પિતાએ 2000 માટે પત્ની અને દીકરી સાથે જે કર્યું... રૂવાળા ઊભા થઈ જશે

એ ડિવિઝન પોલીસ સ્ટેશન મોરબી
Play Video
Published by: Chintan Chavda
Last Updated: May 16, 2026, 01:16 PM IST

મોરબીમાં માનવતાને શરમાવે તેવી ગંભીર ઘટના સામે આવી છે. મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ વિસ્તારમાં મકાનભાડું બાકી રહેતાં એક મહિલા અને તેની સગીર દીકરી સાથે દુષ્કર્મ અને શારીરિક શોષણ કર્યાના આરોપસર મકાનમાલિક સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા BNS અને POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ પ્રાથમિક તપાસ મુજબ, આશરે છ મહિના પહેલા ફરિયાદીની દીકરી પોતાના પરિવાર સાથે મજૂરી કામ માટે મોરબી આવી હતી. પરિવાર દ્વારા માસિક રૂ. 2000ના ભાડે મકાન રાખવામાં આવ્યું હતું. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે ભાડું બાકી રહેવા લાગ્યું હતું. આ પરિસ્થિતિનો લાભ લઈ મકાનમાલિકે મહિલા પર દબાણ બનાવ્યું હોવાનો આરોપ છે.

મળતી માહિતી મુજબ, ભાડું ચૂકવી ન શકતા પીડિતાના પતિની સંમતિથી મકાનમાલિકે મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. વધુમાં, આરોપીની નજર ફરિયાદીની 13 વર્ષ 7 માસની સગીર દોહિત્રી પર પણ પડી હતી અને તેની સાથે પણ શારીરિક શોષણ કરાયું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

સગીરાને લલચાવી દુષ્કર્મનો આરોપ

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ સગીરાને લલચાવી-ફોસલાવી અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સમગ્ર ઘટનામાં અન્ય સહઆરોપીઓની પણ સંડોવણી સામે આવી હોવાનું જણાવાયું છે. પોલીસે જણાવ્યું કે, મકાનમાલિકે પોતાના મકાન ઉપરાંત અન્ય સ્થળોએ પણ પીડિતાઓને લઈ જઈ ગુનો આચર્યો હતો.

આ ઘટનાએ મોરબીમાં ભારે ચકચાર મચાવી છે. સ્થાનિક લોકોમાં આ કેસને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સગીરાને નિશાન બનાવવામાં આવતા લોકોમાં આક્રોશ ફેલાયો છે.
અમિત શાહ એક્શન મોડમાં: અમદાવાદમાં 6 બેઠકો યોજી, એસજી હાઈવે આધુનિકરણ અને તળાવો જોડવા આપ્યા આદેશ

બે આરોપીઓ ઝડપાયા, એક ફરાર

આ મામલે મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 1 મે 2026ના રોજ BNS તેમજ POCSO એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પીડિતાના પતિ અને મકાનમાલિક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં પતિ જેલ હવાલે હોવાનું અને મકાનમાલિકના એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હોવાનું પ્રેસ નોટમાં જણાવાયું છે.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આ કેસમાં અન્ય એક સહઆરોપી હજુ ફરાર છે. ટેક્નિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
વડોદરા જિલ્લામાં હનીટ્રેપનું કૌભાંડ: શિનોરમાં ખેડૂત પાસેથી ₹75 લાખ પડાવનારી ગેંગનો ફૂટ્યો ભાંડો

સમાજમાં ફરી ઉઠ્યા સુરક્ષા અને શોષણના સવાલ

આ ઘટનાએ ગરીબી અને આર્થિક મજબૂરીનો લાભ લઈને થતા શોષણના ગંભીર પ્રશ્નોને ફરી એકવાર ઉજાગર કર્યા છે. નિષ્ણાતો માને છે કે સમાજના નબળા વર્ગોને કાનૂની સહાય અને સુરક્ષા વધુ મજબૂત રીતે ઉપલબ્ધ કરાવવાની જરૂર છે.

બાળકો અને મહિલાઓ સામે વધતા અત્યાચારના કેસ વચ્ચે POCSO જેવા કડક કાયદાઓ હોવા છતાં આવી ઘટનાઓ સામે આવવી ચિંતાજનક માનવામાં આવી રહી છે. પોલીસ દ્વારા હવે સમગ્ર મામલાની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now