Home Tech/Gadgets Mobile Smartphone Users Technology Smartphone Battery

Smartphone Battery : તમારા ફોનની બેટરી પણ વારંવાર ફૂલી જતી હોય તો ચેતજો, જાણો શું રાખવી સાવધાની

Smartphone Battery
Published by: OBS Bureau
Last Updated: Nov 26, 2024, 10:22 AM IST

Offbeat Team: બદલાતા સમયની સાથે ટેકનોલોજી પણ બદલાઈ ગઈ છે. હવે એક સ્માર્ટ ફોનના લીધે દુનિયા આખી તમારી હથેળીમાં અને તમારી આંગળીઓના ટેરવા પર આવી ગઈ છે. જોકે, વધતા જતા સ્માર્ટ ફોનના ઉપયોગને કારણે ફોનની બેટરી વહેલી ખરાબ થઈ જતી હોવાની કોમન સમસ્યા પણ સામે આવી છે.


હાલ સ્માર્ટફોનના યુગમાં આ એક કોમન પ્રોબ્લેમ છે. ગમે તેટલો મોંઘો ફોન હોય કોઈપણ કંપની છાતી ઠોકીને તેની બેટરી અંગે ગેરંટી નથી આપી શકતી. ફોનની બેટરી ગમે ત્યારે ખરાબ થઈ શકે છે. વધુ પડતા વપરાશને પગલે ફોનની બેટરી ફાટી પણ શકે છે. તેથી જો તમે પણ એક સ્માર્ટ ફોન યુઝર હોવ તો તમારે પણ ચેતવાની જરૂર છે. આ એક ગંભીર બાબત છે.


જો તમે પણ એક સ્માર્ટફોન યુઝર છો, તો આ સમાચાર તમારા માટે છે. કારણકે, ઘણીવાર સ્માર્ટ ફોનની બેટરી ખરાબ થઈ જતી હોય છે. ઘણીવાર સ્માર્ટ ફોનની બેટરી ફૂલી જવાને કાણે ફોન બ્લાસ્ટ પણ થઈ જાય છે. તમારી સાથે આવું ન થાય તેની કઈ રીતે રાખસો કાળજી એ પણ જાણી લો.


ઘણી વખત સ્માર્ટફોનની બેટરી સમય પહેલા ડેમેજ થઈ જાય છે અને તેની બેટરી ફૂલી જતી હોય છે. શું તમારી સાથે ક્યારેય આવું બન્યું છે? અને જો આવું થાય તો શું કરવું? આવું થવા પાછળનું કારણ સુધી...જાણીએ આ સવાલોનો જવાબ...તમારા સ્માર્ટ ફોનમાં જ આપેલાં છે કેટલાંક એવા સેટિંગ્સ જે તમને ખુબ જ હેલ્પ કરશે. સ્માર્ટ ફોનની બેટરીની આવરદા વધારવા માંગતા હોવ તો આજે અપનાવો આ ઉપાય.


તમારા સ્માર્ટફોનની બેટરીની આવરદા વધારવા સ્ક્રીનની બ્રાઇટનેસ ઘટાડીને, બ્લૂટૂથ અને વાઇ-ફાઇને ઓફ કરીને રાખો. કામ ના હોય ત્યારે આ રીતે બેટરી બચાવી શકાય છે. જ્યારે જરૂર હોય ત્યારે જ તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ.

તમારા મોબાઈલની બેટરીનો સૌથી મોટો વપરાશ બેકગ્રાઉન્ડ એપ્લીકેશન જ કરે છે. જે તમારા સ્માર્ટફોન પર સતત ચાલતી રહે છે, જો તમે ઇચ્છો છો કે સ્માર્ટફોનની બેટરી ક્યારેય ખતમ ન થાય તો તમારે તેને હંમેશા ડિસેબલ રાખવી જોઈએ અને આનાથી તમે બેટરીની આવરદા વધારી શકો છો.


જ્યારે તમે મોબાઈલનો વધુ પડતો અથવા ખોટી રીતે ઉપયોગ કરવાનું શરૂ કરો છો ત્યારે તેની બેટરી પણ ફૂલવા લાગે છે. જેમ કે લાંબા સમય સુધી વીડિયો જોવાથી બેટરી ખતમ થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારા સ્માર્ટફોનનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો પ્રયાસ કરો.


સ્માર્ટફોનની બેટરી ક્યારેક ફૂલી જાય છે?
આ સવાલના અનેક જવાબો હોઈ શકે છે. ખાસ કરીને કેટલીકવાર યુઝર્સની ભૂલોના કારણે પણ આવું થાય છે. યુઝર્સ ભૂલો કરતા રહે છે અને બેટરી ધીમે-ધીમે ડેમેજ થવા લાગે છે. આખરે તે ફૂલી જાય છે અને ફૂટે છે અથવા તેની ચાર્જ હોલ્ડિંગ ક્ષમતા ખતમ થઈ જાય છે. દરરોજ ઘણી સ્માર્ટફોન એપ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી બેટરીનો ભરપુર વપરાશ થાય છે. એટલું જ નહીં તે એપ્લીકેશન બેટરીને ડ્રેઇન કરે છે. આમાં GPS, કેમેરા અથવા વિડિયો કૉલ્સ સંબંધિત એપ્સનો સમાવેશ થાય છે. તમે બિનજરૂરી એપ્સને બંધ કરીને અથવા અનઇન્સ્ટોલ કરીને બેટરીની આવરદા વધારી શકો છો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now