Home Gujarat Minor Girl Molested And Attempted In Kadana

કડાણામાં સગીરાની છેડતી અને દુષ્કર્મનો પ્રયાસ : નરાધમ સગીરાને ખેતરમાં લઈ ગયો અને..., પોલીસ આરોપીને દબોચ્યો

કડાણામાં સગીરાની છેડતી અને દુષ્કર્મનો પ્રયાસ
Published by: OBS Bureau
Last Updated: Dec 31, 2025, 05:23 AM IST

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં સગીરાની છેડતી કરી અને દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમને મહીસાગર પોલીસે ઝડપી પાડી કડક કાર્યવાહી કરી છે. કડાણા તાલુકાના એક ગામમાં બનેલી આ ગંભીર ઘટનામાં એક શખ્શે સગીરાને ખેતરમાં લઈ જઈ તેની સાથે છેડતી કરી હતી તેમજ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ સામે આવતા જ સગીરાના પરિવાર દ્વારા કડાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે પોલીસે તરત જ ગુનાની નોંધ કરી તપાસ શરૂ કરી હતી.

નરાધમને દબોચી કાર્યવાહી હાથધરી

કડાણા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 76 તેમજ પોસ્કો એક્ટની લાગુ પડતી કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ મળતાની સાથે જ મહીસાગર પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી અને સગીરાની છેડતી કરનાર તથા દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આરોપીની ધરપકડ કરી તેને કાયદાની પ્રક્રિયા હેઠળ લાવવામાં આવ્યો છે.

'નરાધમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે'

પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહીસાગર પોલીસની આ ઝડપી અને અસરકારક કાર્યવાહીથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાનો સ્પષ્ટ સંદેશ ગયો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે સગીરાઓ સામે થતા ગુનાઓને ગંભીરતાથી લેવામાં આવે છે અને આવા નરાધમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now