Home Gujarat Minor Beaten Up By Pi In Janod Balasinor

બાલાસિનોરના જનોડમાં સગીરને PI દ્વારા માર મારવાનો મામલો : પરિવારના સમર્થનમાં 'અનેક અવાજો', મેહુલ બોઘરા માત્ર 1 રૂ.માં કેસ લડવા તૈયાર, કરણી સેના પણ મેદાને...

બાલાસિનોરના જનોડમાં સગીરને PI દ્વારા માર મારવાનો મામલો
Published by: Offbeat Team
| Last Updated: Mar 12, 2026, 01:31 PM IST

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જનોડ ગામમાં 15 વર્ષીય કિશોરને મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા માર મારવામાં આવ્યો હોવાના ગંભીર આરોપોને લઈને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે. આ ઘટનાને પગલે એક પછી એક આગેવાનો, વિવિધ સંગઠનો અને નેતાઓ પરિવારના સમર્થનમાં સામે આવી રહ્યા છે.

કરણી સેનાએ પરિવારના સમર્થનમાં મોરચો સંભાળ્યો

આ મામલે હવે ક્ષત્રિય કરણી સેનાએ પણ પરિવારના સમર્થનમાં ખુલ્લેઆમ મોરચો સંભાળ્યો છે. કરણી સેનાના લખન દરબારે વીડિયો સંદેશ મારફતે ચેતવણી આપતા જણાવ્યું છે કે, “જે કોઈ અધિકારી જવાબદાર છે તેના વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, નહિતર કરણી સેનાના રાજ શેખાવત સહિત અમારી ટીમ બાલાસિનોર આવશે અને ન્યાય માટે લડત આપશે.”

મેહુલ બોઘરાએ માત્ર 1 રૂપિયો ફી લઈને કેસ લડવાની જાહેરાત કરી

બીજી તરફ એડવોકેટ મેહુલ બોઘરાએ પણ આ મામલે પ્રવેશ કર્યો છે. સોશિયલ મીડિયા મારફતે તેમણે પીડિત પરિવારને સમર્થન આપતા એસપી સફિન હસન સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, “તમે એટલા જ ગીતા પાઠ કરો છો તો તમારી કથા અને કરણીમાં ફરક કેમ દેખાય છે?” સાથે જ એડવોકેટ મેહુલ બોઘરાએ માત્ર 1 રૂપિયો ફી લઈને પરિવાર તરફથી કેસ લડવાની ખાતરી આપી છે.

પોલીસનું નિવેદન શું છે?

ઘટનાના પગલે પોલીસ પણ હરકતમાં આવી હતી અને પોતાનું સ્પષ્ટીકરણ આપ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ જનોડ ગામના લીંબચ માતાના મંદિરમાં ચાંદીની ચરણપાદુકાની ચોરી થઈ હતી, જે બાબતે ગ્રામજનોએ અરજી કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે મંદિરની ચાવી પૂજારી અને સફાઈ કામદાર પાસે રહે છે. સફાઈ કામદારની માતા બીમાર હોવાથી તેનો પુત્ર, જે ધોરણ 9માં અભ્યાસ કરે છે, મંદિરની સફાઈ કરતો હતો. પોલીસે શંકાના આધારે માતા-પિતા અને કિશોરને પૂછપરછ માટે બોલાવ્યા હતા. તપાસ દરમિયાન મંદિરનું તાળું ટેબલ પર મૂકેલું હતું અને કાચ તૂટેલા હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા કિશોરની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે પૂછપરછના બીજા દિવસે કિશોર અને પરિવાર હોસ્પિટલ ગયા હતા, પરંતુ મેડિકલ રિપોર્ટમાં કોઈ બાહ્ય ઈજા દર્શાવવામાં આવી નથી.

'અડધું સત્ય રજૂ કરવામાં આવ્યું'

પોલીસે વધુમાં જણાવ્યું કે બાયડ અને બાલાસિનોરના ધારાસભ્યો રાત્રે પરિવાર પાસે બેઠા હતા અને સોશિયલ મીડિયામાં અડધું સત્ય રજૂ કરવામાં આવી રહ્યું છે. ડીવાયએસપીએ જણાવ્યું છે કે સમગ્ર મામલાની તપાસ ચાલુ છે, સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા છે અને જો કોઈ પોલીસકર્મી દોષિત સાબિત થશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

ધારાસભ્યોની મુલાકાત અને રાજકીય ગરમાવો

આ ગંભીર મામલે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ભોગ બનનાર વિદ્યાર્થીના ઘરે પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી. તેમની સાથે તાલુકા ભાજપના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. ધારાસભ્યએ પરિવારને ન્યાયની ખાતરી આપી હતી.

'પોલીસ અને સરકાર પોતાનું કામ કરશે...'

બીજી તરફ પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠક પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સગીરના ખબર-અંતર પૂછ્યા હતા. તેમણે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પર પરોક્ષ પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “પોલીસ અને સરકાર પોતાનું કામ કરશે, જે દોષિત હશે તેને સજા મળશે, પરંતુ બહારના લોકો આવીને બાલાસિનોરની શાંતિ ન ડોહોળે.”

સમગ્ર મામલો શું છે?

બાલાસિનોરમાં પોલીસ દ્વારા સગીરને માર માર્યાનો આક્ષેપ સામે આવ્યો છે. આરોપ છે કે બાલાસિનોર રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટરે સગીરને ઢોર માર માર્યો હતો. મારને કારણે કિશોરની તબિયત લથડી હતી અને તેને તાત્કાલિક બાલાસિનોર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વધુ પડતી ગભરાહટ અને ઉલટીઓ થતાં ડોક્ટરોની દેખરેખ હેઠળ તેની સારવાર શરૂ કરવામાં આવી હતી.

'13 વર્ષના માસૂમને મારનાર PIના પટ્ટા સરકાર ઉતારશે કે નહીં?'

આ ઘટનાને લઈને ધારાસભ્ય જીગ્નેશ મેવણીએ પણ નિવેદન આપ્યું હતું. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, “13 વર્ષના માસૂમને મારનાર PIના પટ્ટા સરકાર ઉતારશે કે નહીં?”

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર