Home Gujarat Minister Of State For Home Affairs Harsh Sanghvi Gave Information About Ahmedabad Plane Crash

અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે ગૃહ મંત્રી અમિત શાહે આપી જાણકારી : "એર ઇન્ડિયા અમદાવાદ-લંડન ફ્લાઇટની કમનસીબ ઘટના બાદ, સ્થિતિ પર નજર રાખી રહ્યું છે PMO"

અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે ગૃહ મંત્રી અમિત શાહે આપી જાણકારી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 12, 2025, 10:23 AM IST

Air India Plane Crash in Ahmedabad: ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરીને કેન્દ્ર તરફથી તમામ જરૂરી મદદ પુરી પાડવાની વાત કરી છે. અમિત શાહે ટ્વીટ કરીને દુર્ઘટના સંદર્ભે જાણકારી આપી છે. x પર અમિત શાહે જણાવ્યું છેકે, મદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાથી દુઃખ વ્યક્ત કરી શકાય તેમ નથી. આપત્તિ પ્રતિભાવ દળોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી દેવામાં આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદના પોલીસ કમિશનર સાથે વાત કરી...


બીજી તરફ અમદાવાદ પ્લેનક્રેશ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ જાણકારી આપી છે. તેઓએ જણાવ્યુંકે, "એર ઇન્ડિયા અમદાવાદ-લંડન ફ્લાઇટની કમનસીબ ઘટના બની છે. પ્લેન ક્રેશની સમગ્ર ઘટનાની સ્થિતિ પર પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા સીધી નજર રાખવામાં આવી રહી છે. માનનીય મુખ્યમંત્રીએ તાત્કાલિક જવાબદારી સંભાળી લીધી છે, હોસ્પિટલોને હાઇ એલર્ટ પર રહેવા સૂચના આપી છે, ૧૦૮ સહિતની તમામ એમ્બ્યુલન્સને પ્રતિક્રિયા આપવા માટે તૈયાર રાખવામાં આવી છે.


તાત્કાલિક કાર્યવાહી કરવા અને જીવ બચાવવા માટે હોસ્પિટલો અને એરપોર્ટ પર વરિષ્ઠ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના ટ્વવીટમાં જણાવ્યું છેકે, હાલ NDRF અને SDRF ટીમોને ઘટના સ્થળે મોકલવામાં આવી છે. PMO પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે, પોઈન્ટ-બાય-પોઈન્ટ અપડેટ્સ મેળવી રહ્યું છે અને આગળ માર્ગદર્શન આપી રહ્યું છે.


હર્ષ સંઘવીએ પોતાના ટ્વીટમાં વધુમાં જણાવ્યું છેકે, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ સતત સંપર્કમાં છે અને આ દુર્ઘટના અંગેની પળેપળની સ્થિતિ પર અપડેટ લઈને નજર રાખી રહ્યાં છે. સાથે જ હાલની સ્થિતિમાં આગળની કાર્યવાહી અંગે પણ તેઓ માર્ગદર્શન આપી રહ્યાં છે. કેન્દ્ર તરફથી તમામ જરૂરી મદદ પુરી પાડવામાં આવી રહી છે. વહીવટીતંત્ર તમામ અસરગ્રસ્તોની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે અથાક મહેનત કરી રહ્યું છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now