Home International Middle East War Un Official Kaweh Madani Threat Of Water War

મધ્ય-પૂર્વમાં 'જળ યુદ્ધ'નો ખતરો : UN અધિકારીની મોટી ચેતવણી, કહ્યું - ઈરાન આગામી દિવસોમાં મધ્ય પૂર્વના ડિસેલિનેશન પ્લાન્ટ્સ પર કરી શકે છે હુમલા

મધ્ય-પૂર્વમાં 'જળ યુદ્ધ'નો ખતરો
Published by: OBS Bureau
Last Updated: Mar 23, 2026, 06:02 AM IST

અહેવાલ - વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લ

Middle East War: ઈરાન આગામી થોડા દિવસોમાં સમગ્ર મધ્ય પૂર્વમાં જટિલ ખારા પાણીને મીઠું બનાવવાની માળખાગત સુવિધાઓ પર હુમલો કરવા માટે તૈયાર છે, અમેરિકા અને ઇરાનના સતત ઇરાન પર હૂમલા અને વધતા જતા નાગરિકોના મોતના આંકડાઓને લઇને આ યુદ્ધ વધુ ભીષણ બની રહ્યું છે.જે અમેરિકા અને ઈઝરાયેલ સાથેના તણાવને વધારી રહ્યું છે.

વ્યાપક પ્રાદેશિક જળ સંકટની સંભાવના

ઈરાની વૈજ્ઞાનિક અને યુએન અધિકારી કાવેહ મદનીએ જણાવ્યું હતું કે સમગ્ર ક્ષેત્રમાં ડિસેલિનેશન પ્લાન્ટ્સ પર "આગામી થોડા દિવસોમાં" હુમલો થઈ શકે છે, જે વ્યાપક પ્રાદેશિક જળ સંકટની સંભાવના ઉભી કરશે. મધ્ય પૂર્વના દેશો જેમ કે સાઉદી અરેબિયા, UAE અને કુવૈત ઉદ્યોગો અને પીવાના પાણી માટે ડિસેલિનેશન પ્લાન્ટ્સ પર નિર્ભર છે.

દરિયાના પાણીમાંથી પીવાલાયક પાણી બનાવવાની પ્રક્રિયા માટે મોટા ડિસેલિનેશન પ્લાન્ટ્સ ઉભા કરાયા છે. સમગ્ર ઈઝરાયલ અને ઈરાનના ઘણા ખાડી પડોશી દેશોમાં પાણી પુરું પાડવા માટે આ પ્લાન્ટ્સ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને એવા સૂકા વિસ્તારો જ્યાં કુદરતી મીઠું પાણી દુર્લભ છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને શનિવારે ચેતવણી આપતા કહ્યું હતું કે, "આગામી 48 કલાકની અંદર Strait of Hormuz ખોલવામાં નહીં આવે તો અમેરિકા ઈરાનના પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરશે". આ હુમલાની ધમકીને પગલે ઇરાને વળતો પ્રહાર કર્યો કે જો આમ થયુ તો 'જળ યુદ્ધ' કરતા અમને વાર નહીં લાગે.

આ તરફ યુએન અધિકારી કાઝેમ મદનીએ કહ્યું કે, ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, પમ્પિંગ સ્ટેશન અને વિતરણ નેટવર્ક જો ખોરવાઈ ગયું તો પાણી વિતરણની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરશે.

કાઝેમની ચેતવણી એવા સમયે આવી છે જ્યારે યુદ્ધ સંઘર્ષ તેના ચોથા સપ્તાહમાં છે.

ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ-બાગેર ઘાલીબાફે ચેતવણી આપી હતી કે જો ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરવામાં આવશે તો "સમગ્ર પ્રદેશમાં જટિલ માળખાગત સુવિધાઓ, ઉર્જા અને તેલનો નાશ થશે અને તેલના ભાવ લાંબા સમય સુધી વધશે."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now