Home Gujarat Micron Plant To Be Inaugurated By Pm Modi

PM મોદીના હસ્તે માઇક્રોન પ્લાન્ટનું કરાશે લોકાર્પણ : ચિપ ઉત્પાદન ક્ષેત્રે ભારતની વૈશ્વિક છલાંગ, સાણંદમાં ₹22,516 કરોડનો પ્રોજેક્ટ સ્થાપાશે

PM મોદીના હસ્તે માઇક્રોન પ્લાન્ટનું કરાશે લોકાર્પણ
Published by: OBS Bureau
Last Updated: Feb 26, 2026, 10:51 AM IST

ગુજરાત હવે સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક નકશા પર પોતાની મજબૂત ઓળખ બનાવવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાતની મુલાકાત દરમિયાન માઇક્રોન ટેક્નોલોજીના અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું સાણંદ ખાતે લોકાર્પણ કરશે. અંદાજે ₹22,516 કરોડના વિશાળ રોકાણથી ઊભા થયેલા આ પ્રોજેક્ટને ભારત માટે ચિપ ઉત્પાદન ક્ષેત્રે ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્રાંતિ

સાણંદમાં સ્થાપિત આ પ્લાન્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) યુગ માટે જરૂરી SSD અને RAM જેવા અદ્યતન સ્ટોરેજ ઉપકરણોનું ઉત્પાદન કરવામાં આવશે. વિશ્વભરમાં વધતી ટેકનોલોજીની માંગને ધ્યાનમાં રાખીને આ ઉત્પાદન ભારતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ સ્થાન અપાવશે.

હવે સાણંદમાં બનશે અત્યાધુનિક SSD અને RAM

આ પ્રોજેક્ટથી આશરે 5,000 જેટલા યુવાનોને સીધી રોજગારી મળશે. ખાસ કરીને દિવ્યાંગોને પણ રોજગારીની સમાન તક આપવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે, જે સર્વસમાવેશી વિકાસ તરફ એક મજબૂત પગલું ગણાય છે. માઇક્રોન પ્લાન્ટ શરૂ થતાં ગુજરાત ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ તરીકે વિકસશે અને દેશના ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભરતા વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ પહેલ ભારતને ચિપ ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે અને દેશના ટેક ઉદ્યોગ માટે નવી દિશા નિર્ધારિત કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now