Home Automobile Mg Motor India Sales Report February 2026 Windsor Comet Hector

MGની આ સસ્તી ઇલેક્ટ્રિક કારની માગમાં 140 ટકાનો તોતિંગ વધારો : Hector અને Windsor EVએ પણ મચાવી ધૂમ

MGની આ સસ્તી ઇલેક્ટ્રિક કારની માગમાં 140 ટકાનો તોતિંગ વધારો
Published by: OBS Bureau
| Last Updated: Mar 23, 2026, 08:30 PM IST

JSW MG Motor India દ્વારા ફેબ્રુઆરી 2026ના વેચાણના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ગત મહિનાના 28 દિવસોમાં કંપનીએ અંદાજે 5,000 કાર્સનું વેચાણ કર્યું છે. આ રિપોર્ટમાં સૌથી ચોંકાવનારી બાબત MG Comet EV અને Hectorના વેચાણમાં થયેલો બમ્પર વધારો છે. કંપનીની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Comet EVના વેચાણમાં વાર્ષિક ધોરણે 140 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે, જ્યારે પોપ્યુલર મિડસાઈઝ એસયુવી Hectorના વેચાણમાં પણ 134 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. જોકે, MG ZS EV અને Astorના વેચાણમાં ઘટાડો નોંધાયો છે.

MG Windsor EV: કંપનીની નંબર 1 કાર

ફેબ્રુઆરી મહિનામાં MG Windsor EV કંપનીની સૌથી વધુ વેચાતી કાર રહી છે. આ મોડેલની કુલ 2,599 યુનિટ્સનું વેચાણ થયું છે, જે ગત વર્ષના સમાન ગાળાની સરખામણીએ 7 ટકા વધુ છે. MGના કુલ વેચાણમાં Windsor EVનો હિસ્સો 52 ટકાથી પણ વધુ રહ્યો છે, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે.

બીજા ક્રમે રહી MG Hector

કંપનીની મિડસાઈઝ એસયુવી Hector અને Hector Plusની સંયુક્ત રીતે 1,204 યુનિટ્સ વેચાઈ છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં આ આંકડો માત્ર 515 યુનિટ્સ હતો, જેનો અર્થ છે કે આ વર્ષે તેમાં 134 ટકાની એન્યુઅલ ગ્રોથ જોવા મળી છે. શાનદાર ફીચર્સ અને લુક્સને કારણે ગ્રાહકોમાં આ એસયુવીની ડિમાન્ડ ફરી વધી છે.

Comet EVનું ધુઆંધાર વેચાણ

MG Comet EV ફેબ્રુઆરીમાં ત્રીજી સૌથી વધુ વેચાતી કાર બની છે. તેની કુલ 699 યુનિટ્સ વેચાઈ છે, જે ગત વર્ષના 291 યુનિટ્સની સરખામણીએ 140 ટકા વધુ છે. બેટરી રેન્ટલ ઓપ્શન સાથે આ કારની એક્સ શોરૂમ કિંમત માત્ર 4.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે બેટરી સાથે તેની શરૂઆતી કિંમત 7.50 લાખ રૂપિયા છે. આ આર્થિક ફાયદાને કારણે યુવાનો અને સિટી ડ્રાઈવિંગ માટે લોકો તેને વધુ પસંદ કરી રહ્યા છે.

ZS EV અને Astorના વેચાણમાં ગાબડું

મિડસાઈઝ ઇલેક્ટ્રિક એસયુવી સેગમેન્ટમાં સ્પર્ધા વધવાને કારણે MG ZS EVના વેચાણમાં 14 ટકાનો ઘટાડો નોંધાયો છે અને તેની માત્ર 344 યુનિટ્સ વેચાઈ છે. તેવી જ રીતે Astorની પણ માત્ર 111 યુનિટ્સ વેચાઈ છે, જે 58 ટકાનો ઘટાડો દર્શાવે છે. બીજી તરફ, પ્રીમિયમ એસયુવી Glosterનું એક પણ યુનિટ વેચાયું નથી. નિષ્ણાતોના મતે ગ્રાહકો હવે કંપનીની આગામી એસયુવી Majesterની રાહ જોઈ રહ્યા હોવાથી ગ્લોસ્ટરની ડિમાન્ડ ઘટી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ભારતીય બજારમાં Bajaj Pulsar અને TVS Apacheની જોરદાર તેજી: સ્પોર્ટ્સ બાઈક્સના શોખીનોમાં વધ્યો ક્રેઝ, જુઓ સંપૂર્ણ પ્રાઇસ લિસ્ટ

ભારતીય બજારમાં Bajaj Pulsar અને TVS Apacheની જોરદાર તેજી

Ranveer Singh ની આ પાવરફૂલ બાઇક Dhurandhar માં થઈ હિટ!: સ્ટાઇલિશ લુક અને ફીચર્સ જાણીને તમને થશે આશ્ચર્ય!

Ranveer Singh ની આ પાવરફૂલ બાઇક Dhurandhar માં થઈ હિટ!

ટચસ્ક્રીન ડિસ્પ્લે સાથે આવતા આ 5 બેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર!: એડવાન્સ ફીચર્સ અને સ્માર્ટ ટેકનોલોજીનું પરફેક્ટ કોમ્બિનેશન

ટચસ્ક્રીન ડિસ્પ્લે સાથે આવતા આ 5 બેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર!

Skoda Kushaq અને Renault Duster માંથી કઈ SUV સૌથી પાવરફૂલ?: જાણો કઈ કારમાં છે પ્રીમિયમ ફીચર્સ અને દમદાર એન્જિન

Skoda Kushaq અને Renault Duster માંથી કઈ SUV સૌથી પાવરફૂલ?