MG Motor India to strengthen its SUV line-up: MG મોટર ઇન્ડિયા તેની SUV લાઇન-અપને મજબૂત બનાવવા જઈ રહી છે. આ ક્રમમાં, કંપની તેની નવી ફ્લેગશિપ ફુલ-સાઇઝ SUV MG Majestor લોન્ચ કરશે. આ SUV સૌપ્રથમ ઓટો એક્સ્પો 2025 માં પ્રદર્શિત કરવામાં આવી હતી. ત્યારથી, તે ભારતીય રસ્તાઓ પર ટેસ્ટિંગ દરમિયાન ઘણી વખત જોવા મળી છે. કંપની MG Majestor ને Gloster થી ઉપર સ્થાન આપશે. આનો અર્થ એ છે કે, તે MG ની અત્યાર સુધીની સૌથી પ્રીમિયમ અને પાવરફુલ SUV બનશે. તેના લોન્ચ સાથે, આ SUV ફોર્ચ્યુનર જેવા મોટા મોડલો સાથે કોમ્પિટિશન કરશે. તમને જણાવી દઈએ કે, આ SUV 12 ફેબ્રુઆરી 2026 ના રોજ ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવશે.
MG Majestor ની ડિઝાઇન
ડિઝાઇનની દ્રષ્ટિએ, MG Magester નો લુક મોટાભાગે Maxus D90 થી ઇન્સપાયર છે, જે ચીન અને સાઉદી અરેબિયા જેવા માર્કેટમાં વેચાય છે. SUV ના આગળના ભાગમાં ગ્લોસ-બ્લેક એલિમેંટ્સ સાથે મોટી અને બોલ્ડ ગ્રિલ છે. વર્ટિકલી સ્ટેક્ડ LED હેડલેમ્પ્સ અને ટોચ પર આઈબ્રો-આકારના LED DRLs તેને ખૂબ જ એગ્રેસીવ લુક આપે છે. ફ્રન્ટ બમ્પરના નીચેના ભાગમાં બ્લેક ક્લેડીંગ અને સિલ્વર ફિનિશ તેને એક મજબૂત ઓફ-રોડ અનુભવ આપે છે.
સાઇડ પ્રોફાઇલ પણ એટ્રેક્ટિવ
MG Magester ની રોડ પ્રેઝન્સ સાઇડ પ્રોફાઇલથી પણ મજબૂત છે. વ્હીલ આર્ચ અને લોઅર સેક્શનમાં જાડા બોડી ક્લેડીંગ આપવામાં આવ્યા છે. આ SUV Gloster ની જેમ જ 19 ઇંચના ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સ સાથે આવે છે. બ્લેક ડોરના હેન્ડલ્સ, બ્લેક રૂફની રેલ્સ, કનેક્ટેડ LED ટેલલાઇટ્સ, બ્લેક પાછળના બમ્પર અને સિલ્વર સ્કિડ પ્લેટ તેને પ્રીમિયમ છતાં મજબૂત અનુભવ આપે છે. ડ્યુઅલ એક્ઝોસ્ટ ટિપ્સ તેના સ્પોર્ટી પણ બનાવે છે.
MG Magester ના ફીચર્સ અને કઈ કાર સાથે કરશે કોમ્પિટિશન
તેમાં 12.3 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ડ્રાઇવર્સ ડિસ્પ્લે અને ૩-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ હોવાની અપેક્ષા છે. પાવરટ્રેન ઓપ્શનમાં 2.0-લિટર ટ્વીન-ટર્બો ડીઝલ એન્જિનનો સમાવેશ થાય છે જે 216bhp અને 479nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ એન્જિન ૮-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ અને 4WD સિસ્ટમ સાથે જોડાયેલ હોવાની અપેક્ષા છે. લોન્ચ થયા પછી, આ SUV Toyota Fortuner, Jeep Meridian અને Skoda Kodiaq જેવી કારો સાથે કોમ્પિટિશન કરી શકે છે.





















