ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં JSW MG Motor India હવે અત્યાર સુધીની સૌથી લક્ઝુરિયસ અને વિશાળ SUV લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપની આગામી 12 ફેબ્રુઆરી 2026ના રોજ પોતાની ફ્લેગશિપ SUV MG Majestorને સત્તાવાર રીતે માર્કેટમાં ઉતારશે. આ SUV ખાસ કરીને D+ સેગમેન્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં તેની સીધી ટક્કર Toyota Fortuner અને Skoda Kodiaq જેવી પ્રીમિયમ ગાડીઓ સાથે થશે.
ટીઝરમાં દેખાયો 'Majestic' લૂક
MG દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા પ્રથમ Teaser માં આ SUV ના મસ્ક્યુલર અને આક્રમક દેખાવની ઝલક જોવા મળી છે. કંપનીનો દાવો છે કે Majestor ભારતની સૌથી લાંબી, પહોળી અને ઊંચી SUV હશે. તેના ફ્રન્ટમાં 'Majestic Matrix' ગ્રિલ, 'Falcon' સ્ટાઈલની LED DRLs અને સ્પ્લિટ હેડલેમ્પ સેટઅપ આપવામાં આવ્યું છે. 19-ઈંચના પ્રીમિયમ Alloy Wheels અને પાછળના ભાગમાં કનેક્ટેડ LED ટેલલેમ્પ્સ તેને રોડ પર એક અલગ જ ઓળખ આપે છે.
એન્જિન અને પાવરફુલ પરફોર્મન્સ
MG Majestor એ Maxus D90 પ્લેટફોર્મ પર આધારિત છે જે Body-on-frame આર્કિટેક્ચરનો ઉપયોગ કરે છે. તેના એન્જિન સ્પેસિફિકેશન્સ વિશે વાત કરીએ તો:
એન્જિન: 2.0-લિટર ફોર સિલિન્ડર Twin-Turbo Diesel Engine
પાવર અને ટોર્ક: આ એન્જિન 213 bhp નો પાવર અને 478 Nm નો ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે.
ટ્રાન્સમિશન: તેમાં 8-સ્પીડ Automatic Gearbox ની સુવિધા મળી શકે છે.
ડ્રાઈવ ટાઈપ: આ SUV માં RWD (Rear Wheel Drive) અને 4WD (Four Wheel Drive) ના બંને વિકલ્પો ઉપલબ્ધ હશે.
લક્ઝુરિયસ કેબિન અને સેફ્ટી ફીચર્સ
માત્ર પાવર જ નહીં, Majestor ફીચર્સની બાબતમાં પણ ઘણી આગળ છે. તેમાં 12.3-ઈંચની મોટી Touchscreen Infotainment System, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 64-કલર એમ્બિયન્ટ લાઈટિંગ જેવી સુવિધાઓ છે. મુસાફરોની આરામદાયક મુસાફરી માટે વેરિએબલ સીટ્સમાં Massage અને Ventilation ની સુવિધા પણ મળશે. સુરક્ષા માટે તેમાં Level 2 ADAS (Advanced Driver Assistance System), 360-ડિગ્રી કેમેરા અને અનેક Airbags આપવામાં આવ્યા છે.
ભારતમાં આ SUV ની અંદાજિત કિંમત 40 લાખથી 50 લાખ રૂપિયા (Ex-showroom)ની વચ્ચે હોઈ શકે છે.





















