Home Automobile Mg Hector Base Variant Emi Calculator And Loan Details

MG Hector ખરીદવાનું સપનું થશે સાકાર : માત્ર 2 લાખના Down Payment પર ઘરે લાવો આ લક્ઝુરિયસ SUV

MG Hector ખરીદવાનું સપનું થશે સાકાર
Published by: OBS Bureau
| Last Updated: Jan 30, 2026, 04:26 PM IST

ભારતીય માર્કેટમાં MG Motors ની ગાડીઓ તેના પ્રીમિયમ લૂક અને હાઈ-ટેક ફીચર્સ માટે જાણીતી છે. ખાસ કરીને મધ્યમ કદના SUV સેગમેન્ટમાં MG Hector ગ્રાહકોની પ્રથમ પસંદગી બની રહી છે. જો આપ આ SUV ના બેઝ વેરિઅન્ટ 'Style' ને ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તેની કિંમત અને ફાઇનાન્સ પ્લાન વિશેની વિગતો આપના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

MG Hector Style (Base Variant) ની કિંમત

કોઈપણ ગાડીની ઓન-રોડ કિંમત તેના રાજ્ય અને શહેરના ટેક્સ મુજબ અલગ-અલગ હોઈ શકે છે. MG Hector ના બેઝ વેરિઅન્ટ માટેનો અંદાજિત ખર્ચ નીચે મુજબ છે:

  • Ex-showroom કિંમત: 11.99 લાખ રૂપિયા

  • On-road કિંમત (દિલ્હી): આશરે 13.87 લાખ રૂપિયા

  • અન્ય ખર્ચ: જેમાં આશરે 1.20 લાખ રૂપિયા RTO ચાર્જ, 57 હજાર રૂપિયા વીમો અને 12 હજાર રૂપિયા TCS સામેલ છે.

EMI અને લોનનું ગણિત

જો આપ આ SUV માટે 2 લાખ રૂપિયાનું Down Payment કરો છો, તો બાકીની આશરે 11.87 લાખ રૂપિયાની રકમ માટે તમારે બેંક લોન લેવી પડશે. લોનની ગણતરી આ મુજબ થઈ શકે છે:

  • લોનની રકમ: આશરે 11.87 લાખ રૂપિયા

  • વ્યાજ દર: 9% (અંદાજિત)

  • લોનનો સમયગાળો: 7 વર્ષ

  • માસિક EMI: દર મહિને આશરે 19,110 રૂપિયા

7 વર્ષમાં કુલ કેટલો ખર્ચ થશે?

7 વર્ષના સમયગાળા દરમિયાન 19,110 રૂપિયાના EMI લેખે ગણતરી કરવામાં આવે, તો ગ્રાહકે માત્ર વ્યાજ પેટે અંદાજે 4.17 લાખ રૂપિયા ચૂકવવા પડશે. આમ, કારની મૂળ કિંમત, ઓન-રોડ ચાર્જીસ અને વ્યાજ મળીને આ SUV તમને કુલ 18.05 લાખ રૂપિયાની આસપાસ પડી શકે છે. જોકે, બેંકના વ્યાજ દર અને લોનની મુદત બદલાતા આ આંકડામાં ફેરફાર થઈ શકે છે.

માર્કેટમાં કોની સાથે છે ટક્કર?

MG Hector ની સીધી સ્પર્ધા ભારતીય બજારમાં Tata Harrier, Tata Safari, Mahindra Scorpio અને Mahindra XUV700 જેવી દિગ્ગજ ગાડીઓ સાથે છે. આ સેગમેન્ટમાં Hector તેના વિશાળ કેબિન સ્પેસ અને સ્માર્ટ કનેક્ટિવિટી ફીચર્સને કારણે ગ્રાહકોને આકર્ષી રહી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Skoda Kushaq અને Renault Duster માંથી કઈ SUV સૌથી પાવરફૂલ?: જાણો કઈ કારમાં છે પ્રીમિયમ ફીચર્સ અને દમદાર એન્જિન

Skoda Kushaq અને Renault Duster માંથી કઈ SUV સૌથી પાવરફૂલ?

Toyota એ લોન્ચ કરી મોસ્ટ અવેઇટેડ Land Cruiser FJ!: જાણો આ 'મિની ફોર્ચ્યુનર' ની કિંમત અને ફીચર્સ વિશે

Toyota એ લોન્ચ કરી મોસ્ટ અવેઇટેડ Land Cruiser FJ!

Maruti Suzuki Dzire CNG: ખરીદવા માટે કેટલો આવશે માસિક હપ્તો?

Maruti Suzuki Dzire CNG

90ના દાયકાની આ SUVએ ભારતીય રસ્તાઓ પર મચાવી હતી ધૂમ: જાણો 1991માં લોન્ચ થયેલી આ કારના પાવરફૂલ ફીચર્સ અને કિંમત

90ના દાયકાની આ SUVએ ભારતીય રસ્તાઓ પર મચાવી હતી ધૂમ

1 એપ્રિલથી Tata ની કાર ખરીદવી થશે મોંઘી!: મોંઘવારીનો માર હવે ટાટાની ગાડીઓ પર પણ પડશે

1 એપ્રિલથી Tata ની કાર ખરીદવી થશે મોંઘી!