logo-img
Mexico Drug War Worlds Most Dangerous Drug Lord El Mencho Was Military Operation Entire City Burned

Drug War : દુનિયાનો સૌથી ખતરનાક ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ મેક્સિકોમાં સેનાના ઓપરેશનમાં ઠાર; આખું શહેર ભડકે બળ્યું; જ્યાં જુઓ ત્યાં આગ જ આગ

Drug War
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Feb 23, 2026, 05:24 AM IST

મેક્સિકોમાં રવિવારે સૈન્યના એક ભીષણ ઓપરેશનમાં દુનિયાના સૌથી વોન્ટેડ અને ક્રૂર ડ્રગ માફિયા નેમેસિયો રુબન ઓસેગુએરા સર્વેન્ટેસ ઉર્ફે ‘અલ મેન્ચો’ને ઠાર મારવામાં આવ્યો છે. જલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ (CJNG)ના આ સર્વેસર્વા પર અમેરિકાએ 136 કરોડ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. અલ મેન્ચોના મોત બાદ મેક્સિકોના રસ્તાઓ પર લોહીની નદીઓ વહી રહી છે. તેના સમર્થકોએ અનેક શહેરોમાં આગજની, ગોળીબાર અને હિંસા ફેલાવીને આતંક મચાવ્યો છે.

સેનાનું ગુપ્ત ઓપરેશન: એરલિફ્ટ દરમિયાન તોડ્યો દમ

મેક્સિકોના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જલિસ્કો રાજ્યમાં સેનાએ એક ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન થયેલા સામસામે ગોળીબારમાં અલ મેન્ચો ગંભીર રીતે ઘાયલ થયો હતો. સુરક્ષા દળો તેને એરલિફ્ટ કરીને મેક્સિકો સિટીની હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેણે દમ તોડી દીધો હતો. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ આખું મેક્સિકો હિંસાની ઝપેટમાં આવી ગયું છે.

એરપોર્ટ પર ગોળીબાર અને ફ્લાઈટ્સ રદ

અલ મેન્ચોના મોતના સમાચાર આવતા જ તેના સશસ્ત્ર સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ગ્વાડલાહારા અને પ્યુર્ટો વાલાર્ટા જેવા પ્રવાસી શહેરોમાં સ્થિતિ અત્યંત ગંભીર છે. લોકો જીવ બચાવવા એરપોર્ટ તરફ ભાગી રહ્યા છે, ત્યાં પણ ગોળીબારના અહેવાલો સામે આવી રહ્યા છે. જો કે, સુરક્ષાના કારણોસર ‘એર કેનેડા’ જેવી આંતરરાષ્ટ્રીય એરલાઈન્સે પોતાની ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. આ સિવાય હાઈવે પર સેંકડો વાહનોને આગ ચાંપી દેવામાં આવી છે, જેના કારણે પરિવહન ખોરવાઈ ગયું છે.

કોણ હતો આ ‘અલ મેન્ચો’?

અલ મેન્ચો દ્વારા સંચાલિત CJNG (Jalisco New Generation Cartel) ને દુનિયાનું સૌથી શક્તિશાળી અને ઝડપથી વિકસતું ગુનાહિત સંગઠન માનવામાં આવે છે. તેની હાજરી એકલા મેક્સિકોમાં જ નહીં, પણ અમેરિકાના તમામ 50 રાજ્યોમાં છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ કાર્ટેલને ‘વિદેશી આતંકવાદી સંગઠન’ જાહેર કર્યું હતું. આ કાર્ટેલ કોકેઈન, હેરોઈન અને ખાસ કરીને જીવલેણ ફેન્ટેનાઈલ ડ્રગ્સની તસ્કરીમાં નંબર વન છે.

સેના જેવું હથિયારબંધ સંગઠન

એક રિપોર્ટ મુજબ, આ ડ્રગ કાર્ટેલ્સ પાસે મેક્સિકોની સત્તાવાર એરલાઈન્સ કરતા પણ વધુ વિમાનો અને હેલિકોપ્ટર છે. CJNG પાસે અંદાજે 1.60 લાખથી વધુ સભ્યોની ફોજ છે, જે તેમને મેક્સિકોના પાંચમા સૌથી મોટા નોકરીદાતા બનાવે છે. તેમની પાસે મશીનગન, આર્મર્ડ ટેન્ક, ડ્રોન અને રોકેટ લોન્ચર્સ પણ છે, જેનો ઉપયોગ તેઓ સરકારી વિમાનો પાડવા માટે કરે છે.

અમેરિકા અને મેક્સિકો વચ્ચે તણાવ

ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ પણ ધમકી આપી હતી કે, મેક્સિકો પર ડ્રગ કાર્ટેલનું રાજ છે અને તે અમેરિકામાં દર વર્ષે લાખો લોકોના મોતનું કારણ બને છે. જોકે, મેક્સિકોના વર્તમાન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શીનબૉમે અમેરિકાના હસ્તક્ષેપનો વિરોધ કરતા સ્પષ્ટ કર્યું હતું કે, મેક્સિકો કોઈની જાગીર નથી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now