Home Tech/Gadgets Meta Announces Project Waterworth To Link Us And India With Longest Undersea Cable Project

ભારત માટે મેટાનું પ્લાનિંગ : જલ્દી જ શરૂ થશે અંડરવોટર કેબલ પ્રોજેક્ટ

ભારત માટે મેટાનું પ્લાનિંગ
Published by: OBS Bureau
Last Updated: Feb 20, 2025, 06:22 AM IST

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાએ એક મેગા પ્લાન બનાવ્યો છે. કંપનીએ કહ્યું કે તે વિશ્વનો સૌથી લાંબો અંડરવોટર કેબલ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે. અન્ડર સી નેટવર્ક અમેરિકા, ભારત, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને વિશ્વના અન્ય ભાગોને જોડશે. કંપનીએ તેને "પ્રોજેક્ટ વોટરવર્થ" નામ આપ્યું છે અને આ અંતર્ગત 50,000 કિમી લાંબી કેબલ નાખવામાં આવશે.

આ પ્રોજેક્ટથી AIને મળશે સપોર્ટ

મેટાએ જણાવ્યું હતું કે 24 ફાઇબર-પેઅર સિસ્ટમનો ઉપયોગ કરવા માટે તે સૌથી લાંબી કેબલ હશે, જે તેની ક્ષમતામાં વધારો કરશે અને કંપનીના AI પ્રોજેક્ટ્સને મદદ કરશે. તે અમેરિકા, ભારત, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને અન્ય પ્રદેશોને ઉત્તમ કનેક્ટિવિટી આપશે. આ પ્રોજેક્ટ આ ક્ષેત્રોમાં આર્થિક સહકાર, ડિજિટલ ઈન્ક્લૂઝન અને ટેકનોલોજીકલ વિકાસની તકો પૂરી પાડશે. ભારત વિશે વાત કરતાં મેટાએ કહ્યું કે તેણે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિશાળ રોકાણ અને વૃદ્ધિ જોઈ છે. પ્રોજેક્ટ વોટરવર્થ આ વૃદ્ધિને વેગ આપવા અને ડિજિટલ અર્થતંત્ર માટે દેશની મહત્વાકાંક્ષી યોજનાને હાંસલ કરવામાં મદદ કરશે.

કેબલ 7,000 મીટર ઊંડાઈ નાખવામાં આવશે.

મેટાએ જણાવ્યું હતું કે કેબલ્સ 7,000 મીટર ઊંડા નાખવામાં આવશે અને ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં તેમને દબાવવા માટે વિશેષ તકનીકનો ઉપયોગ કરવામાં આવશે. જહાજોના લંગરથી થતા નુકસાન અને અન્ય જોખમોને રોકવા માટે આ કેબલને વધુ ઊંડાણમાં દબાવવામાં આવી રહ્યા છે.

વિશ્વભરમાં ઈન્ટરનેટ ટ્રાફિક અન્ડર સી કેબલ્સ પર આધારિત છે

સમગ્ર વિશ્વનો ઇન્ટરનેટ ટ્રાફિક અન્ડર સી કેબલ નેટવર્ક પર નિર્ભર છે. લગભગ 95 ટકા ઈન્ટરનેટ ટ્રાફિક આ કેબલ દ્વારા ટ્રાન્સફર થાય છે. આ કારણે તેમની સલામતી અંગે ચિંતા વધી છે. ગત વર્ષે બાલ્ટિક સમુદ્રમાં કેબલને નુકસાન થયું હતું, ત્યારબાદ નાટોએ તેમની દેખરેખ વધારવા માટે એક મિશન શરૂ કર્યું છે. ગત વર્ષે જુલાઈમાં, ટોંગાને ઇન્ટરનેટ સાથે જોડતી કેબલને નુકસાન થયું હતું, ત્યારબાદ ટાપુ જૂથના મોટા ભાગ પર ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યા હતુા. તેનાથી સ્થાનિક ઉદ્યોગોને ભારે નુકસાન થયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now