Home Entertainment Mere Husband Ki Biwi Box Office Collection Day 1 Is Affected By Vicky Kaushal Chhaava Box Office Collection

'મેરે હસબન્ડ કી બીવી પર ભારે પડી છાવા : પહેલા જ દિવસે નિરાશાજનક કલેક્શન

'મેરે હસબન્ડ કી બીવી પર ભારે પડી છાવા
Published by: OBS Bureau
Last Updated: Feb 22, 2025, 05:30 AM IST

જો બે ફિલ્મો એક સાથે રિલીઝ થાય છે તો મોટા ભાગે એક ફિલ્મ સુપર હિટ થાય છે જ્યારે બીજી ફિલ્મ એટલી જ પીટાય છે. આ વખતે પણ કઈક આવુ જ થયું છે. એક સપ્તાહ પહેલાં છાવા રિલીઝ. આ ફિલ્મને વિકીની તમામ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા એટલી સફળ રહી અને બીજી તરફ હવે 'મેરે હસબન્ડ કી બીવી' રિલીઝ થઈ છે. પરંતુ તેની પર કોઈનું ધ્યાન નથી.
અર્જુન કપૂર, ભૂમિ પેડનેકર અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ 'મેરે હસબન્ડ કી બીવી' પર પ્રેક્ષકો રસ નથી દાખવી રહ્યાં.

સિંઘમ અગેઈન પછી અર્જુન કપૂરને આ ફિલ્મથી અપેક્ષાઓ હતી, પરંતુ શરૂઆતના દિવસે આ અપેક્ષાઓ કેટલી સાચી પડી છે, ચાલો જોઈએ કે ફિલ્મનું પહેલા દિવસનું કલેક્શન કેટલું રહ્યું છે.

'મેરે હસબન્ડ કી બીવી'નું ઓપનિંગ બોક્સ ઓફિસ કલેક્શન

પહેલા દિવસે અત્યાર સુધીમાં 1.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ કલેક્શન 11 વાગ્યા સુધીનો છે. જ્યારે છાવાની વાત કરીએ તો છાવા 250 કરોડનો આંકડો પાર કરવા જઈ રહી છે.

આ ફિલ્મનું નિર્દેશક મુદસ્સર અઝીઝે કર્યું છે. તેમની છેલ્લી ફિલ્મ ખાસ સફળ રહી નથી. ફિલ્મનું પહેલા દિવસનું કલેક્શન પણ નિરાશાજનક છે. આ ફિલ્મમાં અર્જુન, ભૂમિ પેડનેકર અને રકુલ પ્રીત સિંહ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું બજેટ 50-60 કરોડ રૂપિયા છે. જો કે, ફિલ્મ સપ્તાહના અંતે વધુ કલેક્શન કરી શકે છે. શનિવાર અને રવિવાર પર નિર્ભર રહેશે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now