Home Automobile Mercedes Benz Cla Electric Launch India Booking Features Range

Mercedes CLA Electric : જાણો આ પ્રીમિયમ EVના દમદાર ફીચર્સ અને રેન્જ વિશે

Mercedes CLA Electric
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2026, 08:30 PM IST

લક્ઝરી કાર બનાવતી દિગ્ગજ કંપની Mercedes-Benz દ્વારા ભારતીય બજારમાં તેની નવી ઈલેક્ટ્રિક સેડાન CLA Electric રજૂ કરવામાં આવી છે. આ કંપનીની અત્યાર સુધીની સૌથી સસ્તી અને એન્ટ્રી-લેવલ ઈલેક્ટ્રિક કાર ગણાઈ રહી છે. જો તમે પણ આ પ્રીમિયમ ઈલેક્ટ્રિક કારને પોતાનું બનાવવા માંગતા હોવ તો તેની બુકિંગ 10 Marchથી શરૂ થવાની છે. આ કાર Mercedesના અત્યાધુનિક મોડ્યુલર ઈલેક્ટ્રિક આર્કિટેક્ચર (MMA) પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવેલી પ્રથમ ગાડી છે.

એકવાર ફૂલ ચાર્જ કરો અને 792 કિમી સુધી દોડાવો

આ કારની સૌથી મોટી ખાસિયત તેની શાનદાર રેન્જ છે. કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જ પર આ કાર 792 km સુધીની મુસાફરી કરાવી શકે છે. હાલમાં આ કાર CLA 250+ મોડલમાં ઉપલબ્ધ થશે, જેમાં 85.5 kWhની પાવરફુલ બેટરી આપવામાં આવી છે. તેની મોટર 268 BHPનો પાવર જનરેટ કરે છે, જેના કારણે આ લક્ઝરી કાર માત્ર 6.7 સેકન્ડમાં 0થી 100 કિમીની ઝડપ પકડી લે છે. વધુ કાર્યક્ષમતા માટે તેમાં 2-speed ગિયરબોક્સ પણ આપવામાં આવ્યું છે.

સ્પોર્ટી લુક અને આકર્ષક ડિઝાઈન

દેખાવમાં Mercedes CLA Electric અત્યંત પ્રીમિયમ અને આધુનિક લાગે છે. તેમાં LED હેડલાઇટ્સ અને આકર્ષક DRL સિસ્ટમ આપવામાં આવી છે. કારની ડિઝાઈન એવી રીતે તૈયાર કરાઈ છે કે તે હવામાં અવરોધ ઘટાડે છે. આ કારમાં 18 inchના સ્ટાઈલિશ એલોય વ્હીલ્સ અને ફ્લશ ડોર હેન્ડલ્સ (જે જરૂર પડ્યે જ બહાર આવે છે) આપવામાં આવ્યા છે. ફ્રેમલેસ દરવાજા અને પાછળથી નમેલી છત તેને પ્રોપર સ્પોર્ટ્સ કાર જેવો લુક આપે છે.

ChatGPT અને Google Gemini જેવા હાઈ-ટેક ફીચર્સ

કારની અંદરનું ઈન્ટિરિયર કોઈ ફ્યુચરિસ્ટિક પ્લેન જેવું લાગે છે. ડેશબોર્ડ પર 14 inchની મોટી ટચસ્ક્રીન છે, જેમાં ChatGPT અને Google Gemini જેવી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજીનો સપોર્ટ મળે છે. આ સિવાય એસી વેન્ટ્સ એરોપ્લેનના એન્જિન જેવા આકારના છે. આરામ માટે આગળની સીટોમાં મસાજ અને હીટિંગની સુવિધા પણ આપવામાં આવી છે, જે તમારી મુસાફરીને વધુ યાદગાર બનાવશે.

સુરક્ષા માટે એડવાન્સ ADAS સિસ્ટમ

સેફ્ટીના મામલે મર્સિડીઝે કોઈ બાંધછોડ કરી નથી. આ કારમાં અત્યાધુનિક ADAS સિસ્ટમ આપવામાં આવી છે. કારની ચારે બાજુ કેમેરા લગાવવામાં આવ્યા છે, જેનાથી 360-ડિગ્રી વ્યુ મળે છે અને પાર્કિંગમાં ખૂબ જ સરળતા રહે છે. આ સિવાય કારની આગળ અને પાછળ સેન્સર આપેલા છે જે કોઈપણ અવરોધ આવતા ડ્રાઈવરને તુરંત સાવધ કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now